________________
वचनक्षान्तिरिहादौ धर्मक्षान्त्यादिसाधनं भवति । शुद्धं च तपो नियमाद् यमश्च सत्यं च शौचं च ॥ १२-१२॥ आकिञ्चन्यं मुख्यं ब्रह्मापि परं सदागमविशुद्धम् । “સર્વ જીવમિ હજુ નિયમાનૂ સંવત્સર પૂર્વમ્ ||૧૨-૧૩||
દીક્ષામાં શરૂઆતના કાળમાં ધર્મક્ષમાદિના સાધન સ્વરૂપ વચનક્ષમા, નિયમે કરી શુદ્ધ તપ, સંયમ, સત્ય, પવિત્રતા, વાસ્તવિક અપરિગ્રહતા અને બ્રહ્મચર્ય પણ સદ્ભૂત અર્થને જણાવનાર આગમથી વિશુદ્ધ હોય છે-આ બધું એક વર્ષનો દીક્ષાનો પર્યાય પૂર્ણ થયે છતે નિયમે કરી શુક્લ [નિરતિચાર] બંને છે-આ પ્રમાણે બારમી અને તેરમી ગાથાનો સામાન્યાર્થ છે.
કહેવાનો આશય એ છે કે ક્ષમા, મૃદુતા, સરળતા અને મુક્તિ વગેરે દશ પ્રકારના યતિધર્મમાં ક્ષમાધર્મ પ્રથમ છે. આ પૂર્વે દશમા ષોડશકમાં જણાવ્યા મુજબ શ્રી તીર્થંકરપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ થનારી ક્ષમાને વચન-આગમક્ષમા કહેવાય છે. આ વચનક્ષાન્તિ [ક્ષમા]; આત્મસ્વભાવભૂત ધર્મક્ષમા વગેરે દશનું સાધન છે. અર્થાત્ પ્રધાન કારણ છે. મૂળમાં ધર્મક્ષમા પદથી ધર્મમૃદુતા વગેરે યતિધર્મનું ગ્રહણ કરવાનું છે. વચનક્ષમા સિદ્ઘ થવાથી અસઙ્ગાનુષ્ઠાન સ્વરૂપ ધર્મક્ષમાદિની પ્રાપ્તિ થાય છે. દીક્ષાના પ્રારંભકાળમાં જે તપ હોય છે, તે બાર પ્રકારનું અને સંક્લેશથી રહિત હોય છે. આ વખતે સંયમ-સ્વરૂપ યમ; અવિસંવાદિ વગેરે સ્વરૂપ સત્ય વચનાદિ; બાહ્ય અને આભ્યન્તર નિર્મળતાદિ સ્વરૂપ શૌચ, બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહના ત્યાગ સ્વરૂપ આચિન્ય
૩૫૧