________________
હોવાથી તેમને એ પાપવિકારોનો ઉદ્ભવ થતો નથી. પરંતુ સતત ધર્મસ્વરૂપ અમૃતના પ્રભાવે મૈત્રી, પ્રમોદ વગેરે શરૂઆતની કક્ષાના ગુણોનો આવિર્ભાવ થાય છે. પાપનો વિનાશ કરીને ધર્મ; મરણને દૂર કરે છે તેથી તેને અમૃત કહેવાય છે.
આ રીતે પાપવિકારોના અભાવ સ્વરૂપ; ધર્મસિદ્ધિનાં લિંગો અને અભ્યાસદશા[ધર્મની પ્રારંભદશા]ના મૈત્રી વગેરે ગુણો ધર્મસ્વરૂપ અમૃતના પ્રભાવે પ્રાપ્ત થાય છે-એ સ્પષ્ટ 99... 118-9811
***
મૈત્રી વગેરે ગુણોનું સ્વરૂપ જણાવાય છે परहितचिन्ता मैत्री परदुःखविनाशिनी तथा करुणा । परसुखतुष्टि मुदिता परदोषोपेक्षणमुपेक्षा ॥४- १५॥
બીજા જીવોના હિતની ચિંતાને મૈત્રી કહેવાય છે. બીજાના દુઃખનો વિનાશ કરનારી કરુણા છે. બીજાના સુખમાં સંતોષ એ મુદિતા છે અને પરદોષની ઉપેક્ષાને ઉપેક્ષા કહેવાય છે.” આ પ્રમાણે પંદરમી ગાથાનો શબ્દાર્થ છે. આશય એ છે કે ધર્મની સિદ્ધિના અર્થીઓએ પૂર્વે જણાવ્યા મુજબ મૈત્રી વગેરે ભાવનાઓથી વાસિત બનવાની આવશ્યકતા છે. બીજાના હિતની વિચારણાને સામાન્ય રીતે મૈત્રી' કહેવાય છે. કોઈ પણ જીવ પાપ ન કરે તેથી જ કોઈ પણ જીવ દુ:ખી ન બને અને આ સમગ્ર જગત સંસારથી મુક્ત બને’
આવા પ્રકારની આત્મપરિણતિને મૈત્રી' હેવાય છે. આવી
૧૩૮