________________
પ્રત્યે કારણ બને છે. “એક જ વાક્યનો, અવાંતર વ્યાપાર દ્વારા તે તે કાર્યને અનુકૂળ એવો વ્યાપાર આવા લાંબા સમય સુધી ઘટી શકતો નથી. અને એક કાર્ય કરીને વિરામ પામેલ [નષ્ટ થયેલ] બીજા કાર્યની પ્રત્યે કારણ નહિ બને.” આવી શંકા નિરર્થક છે. કારણ કે જે અર્થનો બોધ કરાવવાના આશયથી શબ્દ પ્રયુક્ત હોય તેને જણાવવામાં તે શબ્દ તત્પર હોય છે. તે અર્થ જ શબ્દાર્થ છે. લક્ષ્ય વીંધવામાં લક્ષ્યની દૂરવર્તિતા કે સમીપવńિતાદિને અનુલક્ષી એક જ બાણનો અવાંતર વ્યાપાર હોય છે. એ પ્રમાણે તર્કશાસ્ત્રના જ્ઞાતાઓ પણ બાણના દીર્ઘ, દીર્ઘતર વ્યાપારને વર્ણવતા હોય છે. આ બધું ઉપદેશરહસ્યાદિમાં વિસ્તારથી જણાવ્યું છે. જિજ્ઞાસુઓએ તેનું અવલોકન કરી લેવું જોઈએ. ।।૧૧-૯
***
હવે શ્રુતમયજ્ઞાન, ચિંતામયજ્ઞાન અને ભાવનામયજ્ઞાન આ ત્રણના વિષયનો વિભાગ કરવા માટે ફળ જણાવવાની ઈચ્છાથી બે ગાથા દ્વારા પ્રયત્ન કરાય છે
आद्य इह मनाक्पुंसस्तद्रागाद् दर्शनग्रहो भवति । न भवत्यसौ द्वितीये चिन्तायोगात् कदाचिदपि ॥११-१०॥ चारिचरक सञ्जीवन्यचरकचारणविधानतश्चरमे । सर्वत्र हिता वृत्तिर्गाम्भीर्यात् समरसापत्त्या ॥११- ११॥
આ પ્રવચનમાં શ્રુતમયજ્ઞાન હોતે છતે શ્રુતમયજ્ઞાનના અનુરાગથી આત્માને પોતાના દર્શન પ્રત્યે થોડો આગ્રહ થાય છે. ચિંતાના યોગે બીજા ચિંતામય જ્ઞાન વખતે ક્યારે પણ
૩૨૨