________________
એ વગર કે જે કાતિ જ અસર
જ્ઞાન આવા પ્રકારના પ્રયત્નવાળું હોય છે. આવો આદર જ ભગવાનની આજ્ઞાની મુખ્યતાને જણાવે છે. એવા પ્રકારનો આદર ન હોય તો શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞાની મુખ્યતાને જણાવનારું ભાવનાજ્ઞાન થયું નથી ? એમ માનવું પડે.
શ્રી સર્વજ્ઞભગવાનના વચનની ભાવના[વારંવાર પરિશીલનથી ઉત્પન્ન થયેલું આ ભાવનામય જ્ઞાન; અશુદ્ધ એવા ઉત્તમજાતિના રત્નની સ્વભાવથી જ; ક્ષારયુક્તમાટીના પુટ વગેરે કે પાક વગેરે અિગ્નિમાં તપાવવું વગેરે) કરેલો નહિ હોવા છતાં જે કાત્તિ હોય છે; તેની જેમ હોય છે. અશુદ્ધ જાત્યરત્ન સ્વભાવથી જ અસંસ્કૃત હોય તોપણ અન્યરત્નો કરતાં અત્યધિક કાંતિવાળું હોય છે તેમ આ ભાવનાજ્ઞાન પણ; અશુદ્ધજાત્યરત્નસમાન ભવ્ય જીવનું તે કર્મમલથી મલિન હોવા છતાં શ્રુતજ્ઞાનાદિ કરતાં અધિક પ્રકાશને કરનારું હોય છે. આ ભાવનાજ્ઞાનથી જાણવું તે જ 'જ્ઞાન છે. આવા પારમાર્થિક જ્ઞાનપૂર્વકની જે ક્રિયા છે તે જ ક્રિયા છે. તેથી જ વિના વિલંબે મોક્ષ પ્રાપ્ત થાય છે. ભાવનાજ્ઞાનથી જાણેલું જ જાણેલું છે.
એક જ વાક્યથી આ રીતે શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન ઉત્પન્ન થાય છે, તેમાં વાક્યાર્થજ્ઞાન અને મહાવાક્યર્થજ્ઞાન; મહાવાક્યર્થના શાબ્દબોધમાં અને ભાવનાજ્ઞાનમાં અવાંતર વ્યાપાર બને છે. વાક્યનું શ્રવણ વાક્યર્થના સ્મરણ દ્વારા વાક્યાર્થજ્ઞાનનું કારણ બને છે અને વાક્યર્થના જ્ઞાન દ્વારા તેમ જ મહાવાક્યર્થના જ્ઞાન દ્વારા તે [વાક્યનું શ્રવણ] અનુક્રમે મહાવાક્યાર્થજ્ઞાન અને ભાવનાજ્ઞાનની