________________
આગ્રહ થતો નથી. ચારાને ચરનાર અને સંજીવનીને નહિ ચરનાર એવા બળદને ચારો ચરાવવાની રીતે છેલ્લા ભાવનામયજ્ઞાન વખતે ગંભીર આશયથી સર્વ જીવો ઉપર અનુગ્રહ કરવાના પરિણામ વડે સર્વત્ર હિતને કરનારી પ્રવૃત્તિ થાય છે. આ પ્રમાણે ઉપર જણાવેલી બે ગાથાઓનો અર્થ છે.
આશય સ્પષ્ટ છે કે શ્રુતમયજ્ઞાનના અનુરાગથી માત્ર શ્રુતમયજ્ઞાનીને ‘અહીં જે કહ્યું છે તે જ પ્રમાણ છે. બીજું કાંઈ પ્રમાણ નથી.' આવી જાતનો પોતાના દર્શન પ્રત્યેનો થોડો આગ્રહ હોય છે. પરંતુ ચિંતામયજ્ઞાનીને એવો આગ્રહ ક્યારે પણ હોતો નથી. કારણ કે અત્યંત સૂક્ષ્મ એવી બુદ્ધિથી સમજી શકાય એવી સદ્યુક્તિઓથી ચિંતન કરવામાં આવતું હોવાથી અહીં શક્ય પ્રયત્ને શાસ્ત્રાન્તરની સાથેનો પણ વિરોધ દૂર કરાય છે. નૈગમાદિનયો અને પ્રત્યક્ષાદિ પ્રમાણથી પ્રાપ્ત થયેલ જ્ઞાનવાળા, બુદ્ધિમાન હોવાથી સ્વ અને પર દર્શનમાં પ્રસિદ્ધ એવો ન્યાયસડ્ગત અર્થ કોઈ પણ જાતના ખચકાટ વિના તે ચિંતામયજ્ઞાની સ્વીકારી જ લે છે. તેથી તે આત્માને સહેજ પણ દર્શનનો ગ્રહ[આગ્રહ] થતો નથી. આનો અર્થ એવો નથી કે ન્યાયથી અસગત. એવો પણ અર્થ તેઓ સ્વીકારી લે છે. જેણે નય અને પ્રમાણ સ્વરૂપ સિદ્ધાંતને જોયા છે; તે સ્વપરદર્શનમાં જણાવેલા અર્થને તે તે સ્થાનના વિરોધ વિના સ્વીકારી લે છે. પરંતુ ત્યાં તે એકાંતથી વિપ્રતિપત્તિવિવાદ] કરતો નથી. તે પ્રમાણે સમ્મતિતર્કમાં પણ જણાવ્યું છે કે-દરેક નયો પોતાની માન્યતામાં સાચા છે. બીજાની માન્યતાની વિચારણા કરવામાં મૂઢ છે. જેને આગમની મર્યાદાની ખબર નથી, એવો જ આ સાચો અને
૩૨૩
.