________________
અભ્યદય પ્રાપ્ત થાય છે, તેના અવર્જનીયભાવ[અવર્જનને અહીં અનુષજ્ઞ કહેવાય છે. લોકોત્તર અનુષ્ઠાન સ્થળે મોક્ષનો ઉદ્દેશ હોવા છતાં અનુષગ્નથી શ્રેષ્ઠ અભ્યદયની પ્રાપ્તિ થાય છે. લૌકિક અનુષ્ઠાન સ્થળે તો મોક્ષનો તેવો ઉદ્દેશ નહિ હોવાથી અમ્યુદય મુખ્ય રીતે પ્રાપ્ત થાય છે; અને મોક્ષનો ઉદ્દેશ જ ન હોવાથી તેને પ્રાપ્ત કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. I૭-૧પો.
• કાક મુખ્ય અને આનુષઝિક ભાવના જ્ઞાન માટે દૃષ્ટાંત જણાવાય છે -
कृषिकरण इव पलालं नियमादत्रानुषङ्गिकोऽभ्युदयः । फलमिह धान्यावाप्तिः परमं निर्वाणमिव बिम्बात् ॥७-१६॥
ખેતી કરતી વખતે ઘાસની જેમ અહીં આશયશુદ્ધ શ્રી જિનબિંબ કરવામાં આનુષડિક અભ્યદય-સ્વર્ગાદિફળ છે. અહીં દૃષ્ટાંતમાં ફળ ધાન્યની અનાજની પ્રાપ્તિ છે અને શ્રી જિનબિંબથી નિર્વાણપદની પ્રાપ્તિ એ ફળ છે. ગાથાનો અર્થ કરતી વખતે ખેતી કરવાથી જેમ મુખ્ય ફળ ધાન્યની પ્રાપ્તિ છે તેમ શ્રી જિનબિંબના નિર્માણથી મુખ્ય ફળ નિર્વાણપદની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે સંબંધ જોડવા માટે “ઘાવાવ ઋષિર’ આ પ્રમાણે ગાથાનાં પદોની વિભક્તિમાં ફેરફાર કરી તે તે પદોનો સંબંધ કરી લેવો. અન્યથા ગાથાનો અર્થ સંગત નહિ જણાય.
શ્રી જિનબિંબ આશયથી શુદ્ધ રીતે કરાવાય તો તે