________________
રીતે આશયસહિત અને આશયરહિત અનુષ્ઠાનના નામમાં અને ફળમાં ભેદ છે-એ સ્પષ્ટપણે સમજી શકાય છે. I૭૧૪ો
પૂર્વગાથાથી લૌકિક અનુષ્ઠાનનું ફળ જણાવ્યું, હવે લોકોત્તર અનુષ્ઠાનનું ફળ કહેવાય છે -
लोकोत्तरं तु निर्वाणसाधकं परमफलमिहाश्रित्य । अभ्युदयोऽपि हि परमो भवति त्वत्रानुषङ्गेण ॥७-१५॥
“પરમપ્રકૃષ્ટ [છેલ્લી ફળને આશ્રયીને લોકોત્તર અનુષ્ઠાન નિર્વાણ-મોક્ષસાધક છે. અર્થાત્ લોકોત્તર અનુષ્ઠાનનું ફળ મોક્ષ છે. આનુષજ્ઞિક રીતે લોકોત્તર અનુષ્ઠાનનું પરમશ્રેષ્ઠ અભ્યદય પણ ફળ છે.” - આ પ્રમાણે પંદરમી ગાથાનો શબ્દાર્થ સુગમ છે. એનો આશય પણ ખૂબ જ સ્પષ્ટ છે કે લોકોત્તર અનુષ્ઠાનનું મુખ્ય ફળ મોક્ષ છે; અને આનુષગિકગૌણ ફળ પરમઅભ્યદય છે. પૂ. મહામહોપાધ્યાયજી મહારાજાએ મનુષ પદના અર્થનું વિવરણ ખૂબ જ માર્મિક રીતે કર્યું છે. મુખ્યફળ-સ્વરૂપ ઉદ્દેશ્યની સિદ્ધિ પ્રસંગે જેની | ઉત્પત્તિ ટાળી શકાતી નથી, તેને આનુષગિક કહેવાય છે; અને તેની ઉત્પત્તિના અવર્જનને અનુષડ્ઝ કહેવાય છે. લોકોત્તર તે તે અનુષ્ઠાનોનો મુખ્ય ઉદ્દેશ્ય મોક્ષ છે. પરંતુ તે તે અનુષ્ઠાનો તે ઉદ્દેશથી કરતી વખતે કાલાદિના પરિપાક સ્વરૂપ કારણસામગ્રીના અભાવે જ્યારે મોક્ષની સિદ્ધિ ન થાય ત્યારે જે પુણ્યબંધ થાય છે અને તેના વિપાક સ્વરૂપે જે