________________
પરિણમનારું હોય છે. આશય એ છે કે અહિંસાદિધર્મની સિદ્ધિ થયા પછી તેનો વિનિયોગ કરવાથી ઉત્તરોત્તર જન્મમાં શ્રેષ્ઠ એવા અહિંસાદિ ધર્મની પ્રાપ્તિ થાય છે. વચ્ચે વચ્ચે કોઈવાર અહિંસાદિ ઘર્મની પ્રવૃત્તિનો વિચ્છેદ-ભંગ થાય તોપણ ઉપર જણાવ્યા મુજબ સોનાના ઘડાનો ભંગ થયા પછી પણ વિદ્યમાન એવા સોનાની જેમ તે તે અનુષ્ઠાનના સંસ્કારો, ખૂબ જ ઝડપથી તેના ઉદ્ધોધકની પ્રાપ્તિ થવાથી ઉબુદ્ધપ્રગટ] થાય છે, જેના પ્રભાવે; નષ્ટ થયેલી અનુષ્ઠાનની પ્રવૃત્તિ પૂર્વની અપેક્ષાએ ખૂબ જ સુંદર રીતે થવા માંડે છે, ' જેનું ફળ વધારેમાં વધારે શ્રી તીર્થંકર પરમાત્માની વિભૂતિનો વિપાકનુભવ છે. અને ક્રમે કરી આ રીતે અનેક જન્મોની પરંપરામાં વિચ્છેદને નહિ પામેલું આ અનુષ્ઠાન સર્વસંવરભાવરવરૂપ શૈલેશી અવસ્થામાં પરિણમે છે. આ બધું વર્ણન વિનિયોગના ફળસ્વરૂપે કર્યું છે. વિનિયોગનું લક્ષણ તો ઉપર જણાવ્યા મુજબ “પોતાને પ્રાપ્ત થયેલા ફળને બીજાને પ્રાપ્ત કરાવવું” તે છે. ખૂબ જ ઉપયોગપૂર્વક વિચારવાથી બને ટીકામાં વર્ણવેલા વિનિયોગના સ્વરૂપનું તાત્પર્ય એક જ છેએ સમજી શકાશે. ૩-૧૧૧
આ રીતે આ પ્રણિધાન વગેરે પાંચ આશયનું વર્ણન કરીને, સામાન્યથી એ આશયો ક્રિયા સ્વરૂપે જણાતા હોવા છતાં તે આશયો ભાવવિશેષ [આત્મપરિણામ સ્વરૂપ છે, તે જણાવાય છે -