________________
તો યોગ્યતાવિશેષ સ્વરૂપે પ્રયોજક માને, અર્થતઃ કોઈ દોષ નથી. આ વિષયમાં ટીકાકાર પરમર્ષિ મહામહોપાધ્યાયજી મહારાજાએ “સ્યાદ્વાદકલ્પલતા' (શાસ્ત્રવાર્તા સમુચ્ચયની ટીકા)માં અધિક વર્ણવ્યું છે. જિજ્ઞાસુઓએ તેનું અનુસંધાન કરવું જોઈએ. ૧૬-દા
આત્મા, કર્મ અને તથાભવ્યતઃ આ ત્રણને સ્વીકારવામાં ન આવે તો વાસ્તવિક સંસાર અને મોક્ષનો અભાવ થવાનો પ્રસંગ આવશે તે જણાવાય છે –
पुरुषाद्वैतं तु यदा भवति विशिष्टमथ च बोधमात्रं वा । भवभवविगमविभेदस्तदा कथं युज्यते मुख्यः ? ॥१६-७।।
“પુરુષાદ્વૈત અથવા તો વિશિષ્ટજ્ઞાનમાત્ર જ્યારે માનવામાં આવે ત્યારે સંસાર અને મોક્ષનો મુખ્ય ભેદ કઈ રીતે ઘટે?'-આ પ્રમાણે સાતમી ગાથાનો અક્ષરાર્થ છે. તેને સ્પષ્ટ કરતા ટીકામાં ફરમાવ્યું છે કે-બેના ભાવને દ્વિત-દ્વૈત કહેવાય છે. બેના અસ્તિત્વથી થયેલું અથવા તે અસ્તિત્વ જ વૈત સ્વરૂપ છે. વૈતભિન્ન એકત્વને અદ્વૈત કહેવાય છે. પુરુષ સિવાય બીજું કાંઈ જ નથી. એકમાત્ર પુરુષ જ છે. આ પ્રમાણે પુરુષ[આત્માના જ એકત્વ[અદ્વૈતનો સ્વીકાર કરનારા વેદાંતીઓ પુરુષાતવાદી છે અથવા કેવલ રાગાદિના સંસ્કારથી રહિત અવબોધમાત્ર જ તત્ત્વ છે : આ પ્રમાણે જ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધો કહે છે.
- પુરુષાદ્વૈતવાદી વેદાંતીઓ કહે છે કે-આ બધું જે થઈ ગયું છે અને જે થવાનું છે તે પુરુષ છે. એના સિવાય બીજાં