________________
કાંઈ નથી. અમૃતત્વ[સિદ્ધત્વનો સ્વામી પુરુષ છે. જે કમ્પન[ગતિ કરે છે, જે કમ્પન કરતો નથી, જે દૂર છે, જે નજીક છે, જે બધાની અંદરનું છે, જે બધાની બહારનું છેતે બધું જ પુરુષ છે. વિદ્યા અને વિનયથી સંપન્ન બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરો કે ચાણ્યાલ હોય. એ બધામાં પંડિતો સમાનદૃષ્ટિવાળા હોય છે. આ પ્રમાણે વેદની શ્રુતિ અને તમૂલક સ્મૃતિ વગેરેથી સુપ્રસિદ્ધ પુરુષને છોડીને બીજાં કાંઈ નથી. '
આવી જ રીતે વિજ્ઞાનવાદીઓ[જ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધો પોતાની માન્યતાને જણાવતાં જણાવે છે કે-નીલાદિ વસ્તુઓના વિકલ્પથી શૂન્ય વાસ્તવિક રાગાદિવાસનાવિશેષથી રહિત કેવલબોધમાત્ર સ્વરૂપ વસ્તુતત્ત્વ છે. રાગાદિ ક્લેશથી વાસિત ચિત્ત જ સંસાર છે અને રાગાદિ ક્લેશથી મુક્તરહિત] ચિત્ત જ ભવાન્તમોક્ષ કહેવાય છે.
આ પ્રમાણે પુરુષાતવાદ કે જ્ઞાનાતવાદની માન્યતામાં ભવ અને ભવનો વિગમઃ એ બેમાં વાસ્તવિક ભેદ કઈ રીતે ઘટે? અર્થાત્ ન જ ઘટે. કારણ કે અર્થાન્તરસ્વરૂપ અવિદ્યાદિ પારમાર્થિક હોય તો તે ભેક ધર્મના કારણે સંસાર અને મોક્ષમાં વાસ્તવિક ભેદ. સદ્ગત થાય છે. અન્યથા પુરુષ કે જ્ઞાન સિવાય બીજું કાંઈ જ પારમાર્થિક ન હોય તો સંસાર અને મોક્ષને ભિન્ન માનવાનું શક્ય નહિ થાય. પુરુષાદ્વૈત સ્વરૂપ પરતત્ત્વને માનનારા વેદાંતીઓને અને વિશિષ્ટ-રાગાદિ વાસનાથી રહિત બોધમાત્ર સ્વરૂપ પરતત્ત્વને માનનારા બૌદ્ધોને ભવ અને ભવવિગમ : એ બેમાં જે મુખ્ય[વાસ્તવિક, ઉપચારરહિત ભેદ છે તે માનવાનું શક્ય નથી. એ ત્યારે