________________
વિભક્તિના પ્રયોગની અનુપપત્તિ ન થાય એ માટે ઉપર જણાવ્યા મુજબ તિ શબ્દનો અર્થ સમુના પ્રકારે કર્યો છે...ઈત્યાદિ ભણાવનાર પાસેથી બરાબર સમજી લેવું જોઈએ. “વ્યાકરણાદિના જાણકાર ન હોય તેઓએ ગાથાર્થમાં જણાવ્યા મુજબની વાત યાદ રાખવી. વ્યાકરણાદિનું જ્ઞાન ન હોય તો ગ્રંથકારશ્રીના આશય સુધી પહોંચવામાં ઘણી જ તકલીફ પડે છે- એ આથી સમજી શકાય છે. “સમજાતું નથી એમ વિચારવાના બદલે “સમજવા માટે શું કરવું જોઈએ'એનો વિચાર કરવો જોઈએ. આમ કરવાથી ચોક્કસ જ કોઈને કોઈ માર્ગ મળી આવશે. ૧૧-૧૩/૧૪
મૃતમયાદિજ્ઞાન અને વિપર્યય (મિથ્યાજ્ઞાન] કોને હોય છે-તે જણાવાય છે –
सम्यग्दर्शनयोगाज् ज्ञानं तद्ग्रन्थिभेदतः परमम् । सोऽपूर्वकरणतः स्याज्ञेयं लोकोत्तरं तच्च ॥११-१५॥ लोकोत्तरस्य तस्मान्महानुभावस्य शान्तचित्तस्य ।
औचित्यवतो ज्ञानं शेषस्य विपर्यायो ज्ञेयः ॥११-१६॥
“સમ્યગ્દર્શનના યોગે જ્ઞાન પ્રાપ્ત થાય છે. ગ્રંથિભેદથી પરમસમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. ગ્રંથિભેદ અપૂર્વકરણથી પ્રાપ્ત થાય છે. લોકમાં શ્રેષ્ઠ એવું અપૂર્વકરણ જાણવું. તેથી આવા લોકોત્તરજ્ઞાનવાળા, અચિજ્યશક્તિવાળા અને શાંતચિત્તવાળા એવા ઔચિત્યયુક્ત આત્માઓને જ જ્ઞાન હોય છે. બાકીના બધાને. તેનો વિપર્યય હોય છે.”- આ પ્રમાણે છેલ્લી બે ગાથાઓનો અર્થ છે.