________________
અને ઉદાત્તાદિ ભાવોથી યુક્ત હોય છે. સામાન્ય રીતે કષાયાદિના ઉપશમવાળા ચિત્તને શાન્તચિત્ત કહેવાય છે. એ પ્રમાણે અન્યત્ર જણાવાયું છે કે જ્યાં દુઃખ નથી; (કર્મજન્ય પૌલિક) સુખ નથી; રાગ નથી; ષ નથી; મોહ(અજ્ઞાન) નથી અને કોઈ પણ જાતની ઈચ્છા નથી - એવો દરેક વસ્તુઓમાં જે સમાન ભાવ છે; તે શાન્તરસ મુનિઓને વિહિત છે.” ક્રોધાદિ કષાયના અભાવ સ્વરૂપ શાન્તરસથી યુક્ત ચિત્ત યોગીઓને હોય છે.' - “આ મારો અને આ બીજાનો' આવો ભાવ જ્યાં હોય છે તે લઘુચિત્ત કહેવાય છે. તેવા પ્રકારની ગણનાના અભાવવાળા ચિત્તને, ઉદાત્ત-ઉદાર ચિત્ત કહેવાય છે. જેથી ઉદારચિત્તનું વર્ણન કરતાં કહ્યું છે કે આ મારો અને આ બીજાનો - આવી ગણના ચિત્તની લઘુતાવાળાને હોય છે. ઉદારચિત્તવાળાને તો સમગ્ર પૃથ્વી જ કુટુમ્બ હોય છે. શાન્તોલારિ અહીં ગારિ પદથી ગંભીર અને ઘીર વગેરે ભાવોનું ગ્રહણ કરવું. શાન્ત, ઉદાર, ગંભીર અને ઘીર વગેરે ભાવોથી યુક્ત ચિત્ત યોગીજનોને પ્રાપ્ત થયેલું હોય છે. એ ચિત્ત સતત-નિરંતર પરાર્થ(પરોપકાર) કરવામાં તત્પર હોય છે અને રાગાદિ સક્લેશથી વિરહિત હોય છે. વિશુદ્ધિના પ્રતિપક્ષ(વિરોધી)ભૂત અશુદ્ધિને સક્લેશ કહેવાય છે. ૧૪-૧રી
અજવાનું ગાણ
सुस्वप्नदर्शनपरं समुल्लसद्गुणगणौघमत्यन्तम् । कल्पतरुबीजकल्पं शुभोदयं योगिनां चित्तम् ॥१४-१३॥