________________
પાણી, દૂધ અને અમૃત જેવાં, વિદ્વાનોનાં અનુક્રમે જે શ્રુતજ્ઞાનાદિ ત્રણ-જ્ઞાન છે તેને આચાર્યભગવંતો સજ્ઞાન કહે છે. એ સજ્ઞાન વિધિમાં પ્રયત્નવાળું અને ચોક્કસપણે વિષયતૃષ્ણાને હરનારું હોય છે.” આ પ્રમાણે તેરમી ગાથાનો અર્થ છે.
ઉપર જણાવ્યા મુજબ આ ગાથાથી દૃષ્ટાંતપૂર્વક શ્રુતજ્ઞાનાદિ ત્રણ જ્ઞાનનો રસવિશેષ જણાવાયો છે. શ્રુતમયજ્ઞાન સ્વચ્છ, મીઠા પાણીના સ્વાદ જેવા સ્વાદવાળું છે. ચિંતાજ્ઞાનનો રસ દૂધના સ્વાદ જેવો છે અને ભાવનામયજ્ઞાનનો સ્વાદ અમૃતના સ્વાદ જેવો છે. વિદ્વાન પુરુષોને એ સ્વાદનો અનુભવ હોય છે. વિદ્વાનોના આ જ્ઞાનને આચાર્યભગવંતોએ સજ્ઞાન-સમ્યજ્ઞાન તરીકે વર્ણવ્યું છે. સજ્ઞાન સદાને માટે વિધિમાં પ્રયત્નવાળું હિય છે. સમ્યજ્ઞાન હોય અને શ્રી વિતરાગપરમાત્માએ દર્શાવેલા વિધિમાં પ્રયત્ન ન હોય એવું બનતું નથી. સજ્ઞાનનું લક્ષણ જ વિધિમાં પ્રયત્ન છે. શ્રી તીર્થંકરપરમાત્માએ ઉપદેશેલાં તે તે અનુષ્ઠાનો તે તે સ્થાને જણાવેલા વિધિ મુજંબ જ થવાં જોઈએ-તે સમ્યજ્ઞાનીને ચોક્કસ જ સમજાતું હોવાથી તેઓ વિધિમાં પ્રયત્નવંત જ હોય છે. વિધિમાં પ્રયત્ન ન હોય તો તે સ્થળે વાસ્તવિક રીતે સમ્યજ્ઞાન હોતું નથી. વિધિનું પાલન કોઈ વાર સંયોગવશ શક્ય ન બને તોપણ એ શક્ય બને એવો પ્રયત્ન સજ્ઞાનના કારણે નિરંતર ચાલુ હોય છે. આપણાં અનુષ્ઠાનોમાં વિધિયત્ન છે જ, એમ માની શકાય એવી વાત નથી. શક્ય પ્રયત્ન વિધિમાં કેટલો કાપ મૂકી શકાય છે એ જોવાનું જ