________________
પરમતારક શ્રી જિનભવનના નિર્માણકાર્ય માટે આત્મા અધિકારી બને છે. અધિકારી-યોગ્ય આત્માઓ જે પણ અનુષ્ઠાન કરે છે તે વિધિપૂર્વક હોવાથી પરમફળ[મોક્ષાદિ]ને સિદ્ધ કરનારું બને-એ સમજી શકાય છે.
શ્રી વીતરાગપરમાત્માનાં પરમતારક શ્રી જિનાલયનું નિર્માણકાર્ય લોકોત્તરતત્ત્વની પ્રાપ્તિ પૂર્વે કરવામાં આવે તો તે એક જાતની અનધિકાર ચેષ્ટા છે. આવા વખતે તે તે કાર્યમાં વિધિનો આગ્રહ હોતો નથી. વિધિ વિનાનાં તે કાર્યો પરમફળનાં કારણ ન જ બને-એ સ્પષ્ટ છે. શ્રદ્ધાસંપન્ન આત્માઓએ શિલ્પીઓ વગેરે દ્વારા આ મંદિરના નિર્માણનું કાર્ય કરાવતી વખતે વિધિનું પાલન ખૂબ જ ચીવટથી કરવાનું ખ્યાલમાં રાખવું જોઈએ. શ્રી જિનાલયને બનાવનારા શિલ્પીઓને શ્રી જિનાલયના પ્રયોજ્યકર્તા કહેવાય છે. અને જેઓ તેને બનાવરાવે છે તે બધા તેનાં પ્રયોજક કર્તા છે. મોટા ભાગે શિલ્પીઓ વગેરે પ્રમાદી બની જેમ તેમ કાર્ય કરતા હોય છે, તેથી તે અંગે ખૂબ જ ધ્યાન રાખી શ્રદ્ધાસંપન્ન આત્માઓએ વિધિના અનુપાલન માટે અપ્રમત્ત બનવું જોઈએ. વિધિના અનુપાલન વિના કરાતાં કોઈ પણ અનુષ્ઠાનો તેના વિવક્ષિત ફળને પણ આપતાં નથી, તો પરમફળને કઈ રીતે આપે ? લોકોત્તરતત્ત્વની સમ્રાપ્તિ થવાથી વિધિપૂર્વક તે તે અનુષ્ઠાનો સહજપણે થાય છે, જેથી કાલાન્તરે તે તે અનુષ્ઠાનો પરમફળના પ્રયોજક બને છે. લોકોત્તરતત્ત્વની સંપ્રાપ્તિ આ રીતે પરમફળની પ્રત્યે કાર્રણ બનતી હોય છે. આથી પૂર્વે જણાવ્યા મુજબ વિધિપૂર્વક
૧૭૨