________________
બીજાધાનાદિની જેમ અકુરાદિની પણ પ્રાપ્તિ થાય છે, જેથી અત્યંત ધર્મસિદ્ધિને આપનારું યુક્ત એવું શુદ્ધ જનપ્રિયત્ન બને છે. કારણ કે જે લોકોને પ્રિય છે, તેનો ઘર્મ પ્રશંસાપાત્ર બને છે. તેથી તે પ્રશંસાદિના કારણે લોકોને બીજાધાનાદિ પ્રાપ્ત થવાથી ઘર્મસિદ્ધિ થાય છે. આ રીતે ઘર્મસિદ્ધિના કારણભૂત ઘર્મપ્રશંસાદિનું નિમિત્ત જનપ્રિયત્ન છે-એ સ્પષ્ટ છે. ૪-ળી
ઉપર જણાવ્યા મુજબંધર્મતત્ત્વસિદ્ધિનાં ઔદાર્ય, દાક્ષિણ વગેરે લિંગોનું વિધિમુખે વર્ણન કર્યું. જે ધર્મની વિદ્યમાનતામાં જે હોય છે, તેને તે ધર્મની સાથે “અન્વય” સ્વરૂપ સંબંધ હોય છે. એને આશ્રયીને વર્ણન કરવાથી એ વર્ણન વિધિમુખવર્ણન કહેવાય છે. અને જે ધર્મની વિદ્યમાનતામાં જે હોતા નથી; તે ધર્મની સાથે તેને “વ્યતિરેક સ્વરૂપ સંબંધ હોય છે. તેને આશ્રયીને કરાતા વર્ણનને વ્યતિરેક નિષેધ] મુખથી કરાતું વર્ણન કહેવાય છે.
આ પૂર્વે ધર્મતત્ત્વનાં ઔદાર્યાદિ લિગોનું વિધિમુખે વર્ણન કર્યું. હવે ધર્મતત્ત્વને પામેલા પુણ્યાત્માઓને વિષયતૃષ્ણાદિ લિંગોનું વ્યતિરેકમુખથી વર્ણન કરવાની ઈચ્છાથી દૃષ્ટાંતપૂર્વક વિકારાભાવનું વર્ણન કરાય છે - .
आरोग्ये सति यद्वद् व्याधिविकारा भवन्ति नो पुंसाम् । तद्वद् धर्मारोग्ये पापविकारा अपि ज्ञेयाः ॥४-८॥
કહેવાનો આશય એ છે કે ઔદાર્ય વગેરે લિંગ જ્યાં જણાય છે ત્યાં તે પુણ્યાત્માઓને ધર્મની સિદ્ધિ મળી છે એ