________________
માત્ર
લિંગ છે. અર્થ અને કામની સિદ્ધિનું કારણ બનવાના કારણે આપણે જનપ્રિય બનીએ તો એવી જનપ્રિયતા ધર્મસિદ્ધિનું લિંગ નથી. તેથી તે જનપ્રિયત્વ અયુક્ત મનાય છે. ધર્મની સિદ્ધિના કારણે જનપ્રિયત્વ હોય તો તે યુક્ત જનપ્રિયત્વ હોવાથી ધર્મસિદ્ધિનું લિંગ બને છે. આથી જ આ જનપ્રિયત્વ શુદ્ધ હોય છે. એમાં રાગ-દ્વેષ કે અજ્ઞાન વગેરે દોષનો આવિર્ભાવ હોતો નથી. અર્થકામાદિના કારણે જે જનપ્રિયત્વ પ્રાપ્ત થાય છે તેમાં રાગ-દ્વેષાદિ દોષોનું અસ્તિત્વ હોય છે. અશુદ્ધ જનપ્રિયત્વ ધર્મસિદ્ધિનું લિંગ નહીં બને-એ સમજી શકાય છે. એવું યુક્ત અને શુભ જનપ્રિયત્વ, સ્વ અને પરને સારી રીતે ધર્મસિદ્ધિસ્વરૂપ ફલને આપનારું બને છે.
આપણો ધર્મ જોઈને, જોનારા ધર્મપ્રશંસા અને ધર્મની પ્રવૃત્તિ કરવાની ઈચ્છા વગેરે કરે છે. તેથી તેઓને પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થવા સ્વરૂપ બીજનું આધાન થાય છે. આશય એ છે કે ધર્મસ્વરૂપ વૃક્ષનું બીજ પુણ્યાનુબંધી પુણ્ય છે. આપણો ધર્મ જોવાથી જેઓ ધર્મની પ્રશંસા, ધર્મ કરવાની ઈચ્છા, તેનો અનુબંધ [સાતત્ય], ધર્મ કરવા માટેના ઉપાયોને શોધવા, ધર્મની પ્રવૃત્તિ, પૂ. ગુરુદેવશ્રીનો સંયોગ અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરે છે તેઓને ધર્મવૃક્ષના બીજ સ્વરૂપ પુણ્યાનુબંધી પુણ્યનું આધાન [પ્રાપ્તિ] થાય છે. નીખાધાનવિ' અહીં ‘વિ' પદથી ધર્મવૃક્ષના અંકુર, પત્ર, પુષ્પ અને ફલ સ્વરૂપ દેશવિરતિ, સર્વ-વિરતિ, કેવલજ્ઞાન અને મોક્ષનું ગ્રહણ કરવાનું છે. ઉપર જણાવ્યા મુજબ ધર્મપ્રશંસા, ધર્મ કરવાની ઈચ્છા.. વગેરેના કારણે ધર્મવૃક્ષના
૧૨૫