________________
બોધ ધર્મસિદ્ધિનું લિંગ બનતો નથી. બુદ્ધિના આઠ ગુણોમાં શુશ્રુષાનો સમાવેશ છે. માર્ગાનુસારી બોધ માટે માર્ગાનુસારી માર્ગના જ્ઞાતાઓ પાસે નિરંતર શ્રવણ કરવું જોઈએ.
શુષા-એ બુદ્ધિના આઠ ગુણોમાંનો ગુણ છે. સામાન્ય રીતે શુશ્રુષાનો અર્થ, સાંભળવાની ઈચ્છા છે. અર્થ-કામસંબંધી ગ્રંથોને સાંભળવાની ઈચ્છા સ્વરૂપ શુશ્રુષા અહીં સમજવાની નથી-એ “શનાર્મશાસ્ત્રયાત'- આ પદથી સૂચવ્યું છે. ક્રોધ, માન વગેરે કષયના અભાવ સ્વરૂપ શમનું વર્ણન જેમાં મુખ્યપણે કરાયું છે, તે શાસ્ત્રને શમગર્ભશાસ્ત્ર કહેવાય છે. આવા પરમતારક શાસ્ત્રના શ્રવણથી જે બોધ પ્રાપ્ત કરવાનો છે તેનું શ્રુત, ચિંતા અને ભાવનાના સારવાળો હોવો જોઈએ. શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનનું સ્વરૂપ આ ગ્રંથમાં આગળ વર્ણવાશે. I૪-દ્દા -
હવે ધર્મસિદ્ધિનું પાંચમું જનપ્રિયત્વ' લિંગ અને તેનું ફળ વર્ણવાય છે -
युक्तं जनप्रियत्वं शुद्धं तद्धर्मसिद्धिफलदमलम् । धर्मप्रशंसनादे /जाधानादिभावेन ॥४-७॥
શુદ્ધ ઉચિત એવું જનપ્રિયત્વ; તેનાથી ઘર્મની પ્રશંસાદિના કારણે બીજાધાનાદિ [પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ વગેરે) થતું હોવાથી સારી રીતે ધર્મસિદ્ધિસ્વરૂપ ફલને આપનારું થાય છે.” આ પ્રમાણે સાતમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે યુક્ત જનપ્રિયત્વ એ ધર્મસિદ્ધિનું