________________
વિલંબ થશે એટલો અને તો મોક્ષપ્રાપ્તિમાં જ વિલંબ થશે, જે મુમુક્ષુ આત્માઓ માટે સક્ષ્ય નથી જ. આ બધું વિસ્તારથી મધ્યમબુદ્ધિવાળા જીવોને જણાવવું. એર-૧૦
સાતમી આઠમી વગેરે ગાથાઓમાં જણાવેલી વાતો મધ્યમબુદ્ધિવાળા જીવોને જણાવવી - એ પ્રમાણે જણાવવા પૂર્વક પંડિત જનોને જે જણાવવાનું છે, તે જણાવાય છે --
इत्यादि साधुवृत्तं मध्यमबुद्धेः सदा समाख्येयम् । आगमतत्त्वं तु परं बुधस्य भावप्रधानं तु ॥२-११॥
ગાથાનો અર્થ ખૂબ જ સ્પષ્ટ છે. મધ્યમ- બુદ્ધિવાળા જીવોને નિરન્તર પૂર્વે જણાવેલું ઈર્યાસમિતિ વગેરે સ્વરૂપ પૂ. સાધુભગવન્તોનું સવૃત્ત નિરન્તર સ્પષ્ટ રીતે જણાવવું. માત્ર, ભાવપ્રધાન [પરમાર્થના સારવાળું આગમતત્ત્વ તો પંડિત જનોને જણાવવું. ર-૧ના
બુધ - પંડિત જનોને આપવાયોગ્ય ઉપદેશનું સ્વરૂપ જણાવાય છે --
वचनाराधनया खलु धर्मस्तद्बाधया त्वधर्म इति । इदमत्र धर्मगुह्यं सर्वस्वं चैतदेवास्य ॥२-१२॥
“પરમતારક શ્રી જિનાગમને અનુસરીને કરેલી આરાધનાથી જ ધર્મ થાય છે. શ્રી જિનાગમનો બાધ - વિરોધ થાય - એ રીતે વર્તવાથી અધર્મ જ થાય છે.