________________
અનુષ્ઠાનથી ઈષ્ટ એવા ફળની પ્રાપ્તિ થતી નથી.
આ રોગ નામનો દોષ અનુષ્ઠાનના ભંગ અથવા તો પીડા(અતિચાર)સ્વરૂપ છે. એ દોષના કારણે અનુષ્ઠાનની અનુષ્ઠાનતાનો ઉચ્છેદ થવાથી બાહ્ય રીતે જણાતું અનુષ્ઠાન પોતાના ફળને પ્રાપ્ત કરાવવા માટે સમર્થ બનતું નથી. નિરતિચાર અનુષ્ઠાન જ ફળની પ્રત્યે અવધ્ય કારણ બને છે. રોગ નામના દોષને લઈને તે તે અનુષ્ઠાનનો ભંગ અથવા તેને પીડા(અતિચાર) થાય છે. તેથી તેના સ્વરૂપની (અનુષ્ઠાનતાની) હાનિ થાય છે. આથી સમજી શકાય છે કે દોષયુક્ત આ સેગ નામના દોષનો ત્યાગ વિવેકી જનોએ કરવો જોઈએ.
' ભંગસ્વરૂપ કે પીડા સ્વરૂપ આ રોગ નામના દોષનો પરિહાર કરવાની શક્તિ હોવા છતાં તેનો પ્રતિકાર ન કરનારાને સ્વતંત્ર રીતે દોષાન્તર (શક્તિગોપના, ઉપેક્ષા) પ્રાપ્ત થાય અને તેથી અનુષ્ઠાનના ફળની પ્રાપ્તિ ન થાય પરન્તુ તે વખતે કરાતા અનુષ્ઠાનને શા માટે દુષ્ટ(સબ્યુક્ત) માનવું જોઈએ ?” આવી શંકા કરવી ના જોઈએ. કારણ કે જે અનુષ્ઠાનસંબન્ધી રોગદોષના પરિહારના ઉપાયમાં ઉપયોગનો અભાવ છે, તે અનુષ્ઠાનમાં રાગદોષ સંગત જ છે.
આ ગાથાની ટીકામાં ચાકૃત નામનુષ્યનાના ના સ્થાને કેટલાક વિદ્વાનોએ મચાવૃતાના મનુષ્ઠાનાનાનું આવો પાઠ માન્યો છે. તે અંગેનું તેમનું મન્તવ્ય તેમની પાસેથી સમજી લેવું. /૧૪-૧૦માં