________________
પ્રતિભતત્ત્વદૃષ્ટિવાળો બને છે. મતિજ્ઞાનવિશેષને પ્રતિભા કહેવાય છે. તેનાથી ઉત્પન્ન થયેલાને અથવા તો પ્રતિભાને જ પ્રતિભ કહેવાય છે. તેનાથી પ્રતિભાથી ઉત્પન્ન થયું છે તત્ત્વદર્શન જેને એવા ધ્યાતાને પ્રતિભસજ્જાતતત્ત્વદૃષ્ટિ કહેવાય છે. અદૃષ્ટ અર્થને જણાવનારી મતિજ્ઞાનવિશેષ સ્વરૂપ પ્રતિભા છે. આવી પ્રતિભાથી અદૃષ્ટ પદાર્થોનું જ્ઞાન થતું હોય છે. આ પ્રાતિભજ્ઞાનથી તત્ત્વદર્શન થવાના કારણે શ્રી જિનેન્દ્રરૂપનું પ્રત્યક્ષ કરાય છે. તે શ્રી સિદ્ધપરમાત્માના પરતત્ત્વસ્વરૂપની પૂર્વે થતું હોવાથી તેને અપરતત્ત્વ કહેવાય છે. તે પરમાર્થસ્વરૂપ ધ્યેય[સાલંબનધ્યાનનો વિષય છે. જેનાઅપરતત્ત્વના સામર્થ્યથી મુક્તિમાં રહેલું પરતત્ત્વ આવિર્ભત થાય છે. ધ્યાનમાં તત્પર એવા બધા જ યોગીઓને અપરતત્ત્વના સામર્થ્યથી જ પરતત્ત્વનો આવિર્ભાવ થાય છે. અહીં ગાથામાં પ્રતિમસંજ્ઞાતિતત્ત્વરિટ આ પદ પછી મતિ આ ક્રિયાપદ અધ્યાહારથી સમજવાનું છે. ધ્યાતાના દરેક વિશેષણ પછી તે પ્રમાણે સમજવાનું છે, તેથી પૂર્વગાથામાં પણ એ રીતે સમજી લેવું.
* પ્રતિભજ્ઞાન શાસ્ત્રાતિક્રાન્ત હોવાથી શ્રુતજ્ઞાનથી ભિન્ન છે. ક્ષાયોપશમિક હોવાથી કેવલજ્ઞાન સ્વરૂપ પણ નથી. અરુણોદયજેવું છે. અરુણોદય પછી અલ્પકાળમાં જ જેમ સૂર્યોદય થાય છે તેમ પ્રતિભાન પછી અલ્પકાળમાં જ કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે...ઈત્યાદિ અધ્યાપકાદિ પાસેથી સમજી લેવું જોઈએ. /૧પ-દા