________________
વિદ્વાનજને સદાને માટે સારી રીતે સિદ્ધાંતકથાદિમાં જ પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે આ સિદ્ધાંતકથાદિ સઘળાં, ય, યોગમાર્ગનું શરૂઆતથી અંત સુધીનું પરમ કારણ છે.” આ પ્રમાણે સોળમી ગાથાનો અર્થ છે.
કહેવાનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. સિદ્ધાંત-સ્વસમયની કથા, સત્યરુષોનો સંગ, મૃત્યુનું પરિભાવન અને પુણ્ય પાપના વિપાકોની વિચારણા : આ ચારે ય માત્ર ગુરુવિનયના જ નહિ પરંતુ સમગ્ર યોગમાર્ગના મૂળભૂત કારણ છે- એ સમજી શકાય છે. મોક્ષની સાથે આત્માને જોડી આપનાર કોઈ પણ ધર્મવ્યાપાર યોગ છે. તેના માર્ગ સ્વરૂપ સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ માટે સિદ્ધાંતકથાદિ અદ્ભુત સાધન છે. આજે ભાગ્યે જ એની સેવા થતી જોવા મળે. મુમુક્ષુ આત્માઓ પણ મોટા ભાગે તેની ઉપેક્ષા સેવતા હોય છે. કથા નથી થતી એવું નથી, પણ એ સિદ્ધાંતની હોતી નથી. સંગ નથી એવું પણ નથી, પણ એ સપુરુષોનો હોતો નથી. પરિભાવન નથી એવું પણ નથી, પરંતુ એ મૃત્યુસંબંધી હોતું નથી તેમ જ આલોચન પણ ચિકાર છે, પરંતુ એ પુણ્ય-પાપના વિપાકોનું હોતું નથી. આ સ્થિતિમાં યોગમાર્ગની પ્રાપ્તિ શક્ય નહિ બને. આથી સ્પષ્ટ છે કે મુમુક્ષુ બુદ્ધિમાન જનોએ ઉપર જણાવેલા સિદ્ધાંતકથાદિમાં આદર કરવો જોઈએ. આગમનું નિરંતર શ્રવણ, આગમના જ્ઞાતાઓનો સતત સમાગમ, મૃત્યુનું અવિરત સ્મરણ અને પુણ્ય-પાપના વિપાકોનું અનવરત દર્શન યોગમાર્ગની પ્રાપ્તિનું અનન્ય સાધન છે અને એનું મૂળ ગુરુવિનય છે. ૧૩-૧
છે. રિ ત્રયોદશં થોડશવમુ.