________________
આથી સમજી શકાશે કે પરમાર્થથી મોક્ષમાં પ્રતિષ્ઠિત થયેલા દેવની પ્રતિષ્ઠા પોતાના આત્મામાં શક્ય નથી. પરંતુ તેઓશ્રીની પ્રત્યેના અભેદભાવની જ પ્રતિષ્ઠા શક્ય છે. અને પ્રતિમાજીને વિશે મુખ્ય દેવતા-વિષયક આ પ્રતિષ્ઠા નથી. પૂર્વે જણાવ્યા મુજબ ઔપચારિક છે. ૮-દા
શ્રી વીતરાગદેવતા મુક્તિમાં પ્રતિષ્ઠિત હોવાથી તેમની પ્રતિષ્ઠા પ્રતિમાજીમાં કરાતી નથી-એ વાતના સમર્થન માટે જ યુક્તિ જણાવાય છે - '
इज्यादे न च तस्या उपकारः कश्चिदत्र मुख्य इति । .. तदतत्त्वकल्पनेषा बालक्रीडासमा भवति ॥८-७॥
પૂજા વગેરે દ્વારા પ્રતિષ્ઠિત કરાતી દેવતાને કોઈ મુખ્ય ઉપકાર અહીં નથી. તેથી આ અતત્ત્વની કલ્પના બાલક્રીડા જેવી થાય છે.” આ પ્રમાણે સાતમી ગાથાનો શબ્દાર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પૂર્વે છઠ્ઠી ગાથામાં જણાવ્યા મુજબ મુક્તિમાં પ્રતિષ્ઠિત થયેલ શ્રી વીતરાગ પરમાત્માની આ પ્રતિષ્ઠા નથી. પ્રતિમાજીની પૂજા સત્કાર આંગી અને અભિષેક વગેરેની પ્રવૃત્તિ દ્વારા શ્રી વીતરાગ પરમાત્માને સુખનો અનુભવ કરાવવા સ્વરૂપ કોઈ ઉપકાર મુખ્યપણે [ઉપચાર વિના] થવાનો નથી. મુખ્ય એવો ઉપકાર શક્ય ન હોવાથી મુક્તિમાં રહેલા દેવતાવિશેષની પ્રતિષ્ઠા કરવાનો અર્થ પણ નથી. તેથી મુક્તિમાં રહેલા દેવતાવિશેષની આ પ્રતિષ્ઠાની કલ્પના પારમાર્થિક નથી. એ કલ્પના