________________
કહેવાય છે. એ સમરસાપત્તિ પરમાત્મપદની પ્રાપ્તિનું અવધ્ય કારણ છે. આ રીતે આત્મામાં કરેલી સ્થાપનાને ઉપચારથી બહાર પ્રતિમાજીની સાથે સ્થાપના કરાય છે તે પણ સમરસાપત્તિનું પરમ બીજ છે. તેથી આ નિજભાવની જ પ્રતિષ્ઠા મુખ્ય એટલે કે ઉપચાર વિનાની તાત્ત્વિક છે. બીજી નહિ. ૮-પા
મુક્તિ કે દેવલોકાદિના સ્થાનમાં રહેલાની જ પ્રતિષ્ઠા છે એમ શા માટે મનાતું નથી ? આવી શંકાનું સમાધાન કરતા જણાવે છે કે -
मुक्त्यादौ तत्त्वेन प्रतिष्ठिताया न देवतायास्तु । स्थाप्ये न च मुख्येयं तदधिष्ठानायभावेन ॥८-६॥
“પારમાર્થિક રીતે મુક્તિ વગેરે સ્થાનમાં પ્રતિષ્ઠિત થયેલ દેવતાની પ્રતિમાજીને વિશે તે દેવતાનું અધિષ્ઠાન વગેરે સંભવિત ન હોવાથી આ મુખ્ય પ્રતિષ્ઠા શક્ય નથી.” આ પ્રમાણે છઠ્ઠી ગાથાનો અર્થ છે. આશય એ છે કે જે પરમાત્મા મુક્તિ વગેરે સ્થાનમાં પ્રતિષ્ઠિત થયા છે; તે દૂર હોવાથી સ્થાપ્ય-બિંબપ્રતિમાજી]ને વિશે મુખ્ય પ્રતિષ્ઠા શક્ય નથી. કારણ કે મંત્રના સંસ્કારથી તે દેવતાનું ત્યાં અધિષ્ઠાન રિહેવાનું; તેમ અહષ્કાર[આ હું છું એવી બુદ્ધિ અને મમત્વ વગેરે સ્વરૂપ સનિધાન શક્ય નથી. દેવતા જો વિતરાગી ન હોય તો હજુ એ પ્રતિષ્ઠા શક્ય બને પરંતુ વીતરાગ પરમાત્મા માટે તો તે કોઈ પણ રીતે શક્ય નથી.