________________
પરમાત્માએ કર્તવ્યસ્વરૂપે વર્ણવ્યાં છે માટે તે કર્તવ્ય છે અને હિંસાદિ નિષિદ્ધ - અકર્તવ્યસ્વરૂપે વર્ણવ્યાં છે માટે તેની નિવૃત્તિ કરવાની છે. એ વિના બીજા કોઈ પણ આશયથી થતી પ્રવૃત્તિ કે નિવૃત્તિ ખરી રીતે ધર્મસ્વરૂપ નથી - આ વસ્તુ મુમુક્ષુઓએ નિરંતર યાદ રાખવી જોઈએ. • જે વચનમાં ઉપર જણાવ્યા મુજબ ધર્મ રહેલો છે એ વચન મુનિઓમાં ઈન્દ્રસમાન એવા પરમમુનિ શ્રી તીર્થકર પરમાત્માએ ફરમાવ્યું છે. તેથી તે વચનની પ્રામાણિકતા કોઈ પણ રીતે બાધિત થતી નથી. એનું પ્રામાણ્ય કોઈ પણ કાલમાં બાધિત થાય એવું નથી. કારણ કે શ્રી તીર્થંકર પરમાત્માને એ વચનોને જણાવતી વખતે સંપૂર્ણ જ્ઞાન હતું અને વચનનો બાધ થાય એ અંગેના કારણભૂત રાગ-દ્વેષાદિનો સર્વથા અભાવ હતો. અસત્ય બોલવાનું કારણ ન હોય અને સત્ય બોલવા માટે સમગ્ર સામગ્રી હોય ત્યારે તે તે વચનોમાં પ્રામાણ્ય નિરાબાધ હોય છે. આથી જ અહીં મોક્ષની સિદ્ધિના વિષયમાં શ્રી વીતરાગ પરમાત્માનું પરમતારક વચન શ્રેષ્ઠ છે. કારણ કે અનુષ્ઠાનની પ્રામાણિકતાને લઈને વચનની પ્રામાણિકતા નથી. પરંતુ સ્વતન્ત્રપણે સ્વયંસિદ્ધ પ્રામાણ્ય એ વચનોમાં છે. જ્યારે અનુષ્ઠાનની પ્રામાણિકતા તો વચનની પ્રામાણિકતાને લઈને છે. તેથી અનુષ્ઠાન પ્રધાન નથી પરતુ ગૌણ છે. બીજાના આશ્રયે જેનું અસ્તિત્વ છે તે મુખ્ય ન હોય - તે સમજી શકાય છે - આ વાતને સ્પષ્ટ કરતાં અન્યત્ર કહ્યું છે કે- શ્રી સર્વજ્ઞ પરમાત્માએ અંર્થથી જણાવેલા શાસ્ત્રથી પરમાર્થને જાણીને એ શાસ્ત્રની ઉચિત