________________
માનનારા હોવા છતાં તેઓને બાલ કેમ કહેવાય છે તે જણાવવા માટે ચોથી ગાથામાં ફરમાવ્યું છે કે –
बाह्यं लिङ्गमसारं तत्प्रतिबद्धा न धर्मनिष्पत्तिः। धारयति कार्यवशतो यस्माच्च विडम्बकोऽप्येतत् ॥१-४॥
બાહ્મલિક્ઝ-વેષના પરિધાનમાત્રથી ધર્મની સિદ્ધિ થતી નથી. અને બીજું પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે વિડંબકો પણ તેવા પ્રકારના વેષનું પરિધાન કરે છે-તેથી બાહ્યલિન્ગઆકાર અસાર છે. આવા અંસાર વેષને સદ્ધર્મની પરીક્ષામાં મુખ્ય માનનારા જીવો ખરેખર જ બાલ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે-સામાન્યથી બધા જીવોને ખ્યાલ આવી શકે એવું બહિર્વર્તી લિગ્ન, વેષના પરિધાન વગેરે સ્વરૂપ છે. એવા લિન્ગને ધારણ કર્યા પછી પણ જો મિથ્યાત્વ અને કષાયાદિની મંદતા પણ થાય નહિ તો માત્ર તેવા પ્રકારના લિગ્નને ધરવાથી આત્માની વિશુદ્ધ પરિણતિ સ્વરૂપ ધર્મની સિદ્ધિપ્રાપ્તિ થતી જ નથી. બાહ્યદૃષ્ટિએ સામાન્ય જીવોને લાગ્યા કરે કે-આ ધર્મી છે, પરન્તુ અનન્તજ્ઞાનીઓની દૃષ્ટિએ મિથ્યાત્વાદિની મંદતા થયેલી નહિ હોવાથી ગમે તેટલાં બાહ્ય લિજ્ઞોને ધારણ કરવા છતાં તે તે જીવોને અંશતઃ પણ ધર્મની સિદ્ધિ થતી નથી. કારણ કે “જ્યાં જ્યાં બાહ્યવેષ વગેરે લિગોચિહ્નો છે; ત્યાં ત્યાં ધર્મની સિદ્ધિ છે' –આવા નિયમ સ્વરૂપ કોઈ વ્યાપ્તિ નથી. બીજી વાત એ પણ છે કે પોતાને ઈષ્ટ એવા આ લોકના માનસન્માનાદિ ફળની પ્રાપ્તિ માટે કેટલાક વિડંબકો પણ તેવા પ્રકારના સાધુવેષાદિને ધારણ કરે છે. તેથી તે વેષને ધારણ કરનારાને કે તે વેષને ધારણ કરનારાને