________________
લિક
લિગન
પ્રણામ કરનારાને કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. આ રીતે બાહ્ય વેષથી ધર્મની સિદ્ધિ થતી નથી; તેમ જ ધર્મની સિદ્ધિથી તદ્દન જુદા જ ફળને પામવા માટે બાહ્ય-સાધુવેષાદિ લિગોને વિડંબકો પણ ધારણ કરે છે-માટે બંને રીતે પણ લિગ્ન-બાહ્ય સાધુવેષાદિ અસાર છે-એ સ્પષ્ટ છે. આવા અસારભૂત લિગ્નને પણ સદ્ધર્મની પરીક્ષામાં બાલ જીવો જે પ્રાધાન્ય આપે છે તે તેમની બાલતા-મૂર્ખતા છે. આવા પણ બાલ જીવો ઘર્મના અર્થી હોવાથી સદ્ગુરુભગવંતોની વિવેકપૂર્ણ દેશનાના પુણ્યશ્રવણથી કાલાન્તરે મધ્યમ અને પંડિત બને છે. ઘર્મની અંર્થિતાને લઈને કાલાન્તરે તેવા પ્રકારની દેશના વગેરે સામગ્રીના સંયોગથી બાલ જીવો બાલતાને દૂર કરવા સમર્થ બને છે. તે તે વસ્તુની સાચી અર્થિતા તે તે વસ્તુની સિદ્ધિનું ખૂબ જ પ્રબળ સાધન છે. ૧-૪
ની બાલ
ભગવતીપતિ બને
- સાધુવેષનું પરિધાન વગેરે બાહ્ય લિજ્ઞો પરિગ્રહના ત્યાગ સ્વરૂપ હોવાથી બાહ્યલિગને અપ્રધાન-અસાર માનવાનું કઈ રીતે ઉચિત છે - આવી શક્કા કરીને જવાબ આપવા માટે પાંચમી ગાથા છે - ' • . बाह्यग्रन्थत्यागान्न चारु नन्वत्र तदितरस्यापि ।
कंचुकमात्रत्यागान्न हि भुजगो निर्विषो भवति ॥१-५॥ - “આ લોકમાં ધનધાન્યાદિ બાહ્ય પરિગ્રહના ત્યાગમાત્રથી સારું મનાતું નથી. કારણ કે આવો ગુણશૂન્ય ત્યાગ તો તિર્યચો પણ કરે છે. કાંચળીના ત્યાગથી સર્પ વિષરહિત થતો