________________
નથી તેમ બાહ્યપરિગ્રહના ત્યાગમાત્રથી કોઈ ત્યાગી કહેવાતા નથી.” -આ પ્રમાણે પાંચમી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ જ છે કે આત્માની ત્યાગની પરિણતિથી શૂન્ય એવા બાહ્ય ધનધાન્યાદિના ત્યાગમાત્રથી કોઈ લાભ નથી. આવા સંયોગોમાં ત્યાગને જણાવનારા વેષાદિનું ઘારણ કરવાથી કોઈ પણ જાતના આત્મિક લાભની પ્રાપ્તિ થતી નથી. તેમ જ મમત્વ વગેરે કોઈ પણ જાતના દોષની હાનિ પણ થતી નથી. સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ ત્યારે જ સારી મનાય છે કે જ્યારે તેનાથી ગુણની પ્રાપ્તિ થતી હોય અથવા તો દોષની હાનિ થતી હોય. મનુષ્ય કે તિર્યંચ વગેરેની પાસે ધનધાન્યાદિ સ્વરૂપ બાહ્ય પરિગ્રહ નહિ હોવા છતાં તેઓ આ લોકમાં ત્યાગી મનાતા નથી. કારણ કે તેઓને ધનધાન્યાદિનું મમત્વ તો છે જ. આન્તરિક મમત્વના ત્યાગથી જ વસ્તુતઃ ત્યાગીપણાની પ્રાપ્તિ થાય છે. આ રીતે બાહ્ય કોટિના ત્યાગમાત્રથી જેમ ત્યાગીપણાસ્વરૂપ ગુણની પ્રાપ્તિ થતી નથી; તેમ દોષની હાનિ પણ થતી નથી. કારણ કે સર્પ કાંચળીનો ત્યાગ કરતો હોવા છતાં તે નિર્વિષ થતો નથી-એ પ્રસિદ્ધ છે. આથી સમજી શકાશે કે બાહ્યત્યાગમાત્રથી કોઈ જ સાર નથી. આવા નિસાર બાહ્યત્યાગ-માત્રને જણાવનારા બાહ્યવેષના પરિધાન-માત્રને સદ્ધર્મની પરીક્ષાનું પ્રધાન અંગ માનવાની પ્રવૃત્તિ; બાલ જીવોની બાલતા સ્વરૂપ છે. [૧-પા
આત્તર પરિણામથી રહિત બાહ્ય વેષ-આચારાદિ સારા નથી-અસાર છે-આ વાત અન્યદર્શનકારો પણ માને છે એ