________________
વર્ણન કરીને ધર્મતત્ત્વના સ્વરૂપનું નિરૂપણ પૂર્ણ કરાય છે -
एतज्जिनप्रणीतं. लिङ्गं खलु धर्मसिद्धिमज्जन्तोः । पुण्यादिसिद्धिसिद्धेः सिद्धं सद्धेतुभावेन ॥४-१६॥
પૂર્વે જણાવેલાં, વિહિત ઔદાર્ય, દાક્ષિણ્ય વગેરે અને નિષિદ્ધ વિષયતૃષ્ણા, પાપજુગુપ્સા વગેરે શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલાં લિંગો; જીવની ઘર્મની સિદ્ધિને જણાવનારાં તેમ જ પુણ્યાદિના ઉપાયની સિદ્ધિનાં અવધ્ય કારણ સ્વરૂપે સિદ્ધપ્રસિદ્ધ છે. આ પ્રમાણે સોળમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે ધર્મસિદ્ધિનાં પૂર્વે જણાવેલાં જે લિંગો છે એમાં ઔદાર્ય વગેરે વિહિત [ઉપાદેય] છે અને વિષયતૃષ્ણા વગેરે નિષિદ્ધહિય છે. શ્રી જિનેશ્વરદેવોએ વર્ણવેલાં એ લિંગો જીવની ઘર્મસિદ્ધિને જણાવનારાં ભિંજક હોવાથી વ્યંજકતાસંબંધથી ઘર્મસિદ્ધિમતું છે. લિંગ અને ધર્મની સિદ્ધિ-બંને, જીવમાં છે. પુણ્ય વગેરેના ઉપાયભૂત ઘર્મની સિદ્ધિના અવધ્યકારણ સ્વરૂપે ઔદાર્યાદિ લિંગો પ્રસિદ્ધ છે. પ્રાણીઓને વિશે દયા, વૈરાગ્ય, ઉચિત એવું વિધિપૂર્વકનું દાન અને વિશુદ્ધ સદાચારનું વર્તન-આ ચાર પુણ્યના ઉપાય છે. એ ઔદાર્ય વગેરે માત્ર પુણ્યના ઉપાય છે-એવું નથી. પરંતુ નિર્જરાના અનન્ય ઉપાય સ્વરૂપ જ્ઞાનયોગના પણ ઉપાય છે. પુષ્ટિ અને શુદ્ધિ-એ બેમાં જે ફરક છે તે ફરકનો વિચાર કરવાથી પુણ્ય અને જ્ઞાનયોગમાં જે વિશેષતા છે તે સ્પષ્ટપણે સમજી શકાશે. ll૪-૧દા | | કૃતિ ચતુર્થ વોશ