________________
ફળની પ્રાપ્તિ થયા વિના નહીં રહે. શાસ્ત્ર ખૂબ જ સંક્ષેપથી દિશાસૂચન કરતું હોય છે. પરમ શ્રદ્ધા અને આદરપૂર્વક એના પરમાર્થને ભવનિસ્તારક પૂ. ગુરુભગવંતની પાસે સમજી લઈને શાસ્ત્રીય મર્યાદાનું પાલન કરવાના આગ્રહી બનવું જોઈએ. વર્તમાનમાં થતાં અનુષ્ઠાનો મોટા ભાગે અજ્ઞાનબહુલ હોય છે-એમ લાગ્યા વિના નહીં રહે. કોઈ પણ જાતના કદાગ્રહને રાખ્યા વિના અનુષ્ઠાનોને શાસ્ત્રાનુસારી બનાવવા પ્રયત્નશીલ બનવું જોઈએ. શાસનની ઉન્નતિ માટે પણ શાસ્ત્રીય મર્યાદાનું પાલન કર્યા વિના ચાલે એવું નથી. શાસનની ઉન્નતિના નામે શાસ્રમર્યાદાનું જે અતિક્રમણ થાય છે-તે કોઈના પણ હિતનું કારણ નહીં થાય. આપણી ઈચ્છા અને શાસ્ત્રની આજ્ઞા-એ બે વચ્ચે જે વિસંવાદ છે એ આપણા સંસારપરિભ્રમણનું એકમાત્ર કારણ છે. એ બે વચ્ચે જો વિસંવાદ ન રહે અને સંવાદિતા સર્જાય તો આપણા કલ્યાણને કોઈ જ અવરોધ નથી.
॥
इत्यष्टमं षोडशकम् ॥
.
॥ અથ નવમં ષોડશમ્ ||
આઠમા ષોડશકના અંતે વિચ્છેદ વિના પૂજા કરવાનું જણાવ્યું. હવે પૂજાનું સ્વરૂપ આ ષોડશકમાં જણાવાય છે—
स्नानविलेपनसुसुगन्धिपुष्पधूपादिभिः शुभैः कान्तम् । विभवानुसारतो यत्काले नियतं विधानेन ॥ ९ १ ॥
૨૪૬