________________
अनुपकृतपरहितनिरतः शिवदस्त्रिदशेशपूजितो भगवान् । पूज्यो हितकामानामिति भक्त्या पूजनं पूजा ॥९-२॥
સ્નાન, વિલેપન, ઉત્તમ જાતિનાં સુગંધી પુષ્પો અને ધૂપ વગેરે દ્રવ્યોથી તેમ જ સુંદર બીજાં પણ સુગંધી દ્રવ્યોથી; પોતાની સંપત્તિને અનુસાર તે તે કાળમાં નિયત; જેઓએ પોતાની ઉપર ઉપકાર કર્યો નથી એવા પણ પરજનોના હિતમાં રક્ત; મોક્ષને આપનારા અને દેવેન્દ્રોથી પૂજાયેલા ભગવાન હિતના અર્થીઓને પૂજ્ય છે.'-આ પ્રમાણેની ભક્તિથી મનને હરી જનારું શાસ્ત્રોક્ત વિધિથી યુક્ત એવું જે શ્રી જિનેશ્વરદેવોનું પૂજન છે; તેને પૂજા કહેવાય છે. આ પ્રમાણે પહેલી-બીજી ગાથાનો અર્થ છે.
આશય એ છે કે નીચે જણાવ્યા મુજબ પ્રતિમાજીની પૂજા કરતી વખતે સૌથી પ્રથમ પ્રતિમાજીને સુગંધી એવા જલથી સ્નાત્ર કરવું. ચંદન, કંકુ વગેરે દ્રવ્યોથી વિલેપન કરવું. સુગંધી અને ઉત્તમ જાતિનાં પુષ્પો ચઢાવવાં. સુગંધી ધૂપ અને બીજાં પણ સુગંધી દ્રવ્યોથી પૂજા કરતી વખતે વાતાવરણ સુવાસિત કરવું. સ્વપરના મનનું હરણ કરે એવી રીતે પોતાની સંપત્તિને અનુસારે ઉદારતાપૂર્વક ત્રિકાળ પૂજન કરવું. શાસ્ત્રમાં જણાવેલા તે તે કાળે અથવા પોતાની આજીવિકાને બાધા ન પહોંચે તે કાળે પૂજન કરવું. તેમ જ “જેઓએ પોતાની ઉપર ઉપકાર કર્યો નથી એવા પણ પરજનોના હિતમાં તત્પર; મોક્ષને આપનારા તથા દેવેન્દ્રોથી પૂજાયેલા ભગવાન હિતના અર્થીઓ માટે પૂજ્ય છે.”- આવી ભક્તિભાવનાથી શ્રી - જિનેશ્વરદેવનું પૂજન કરવું જોઈએ. આવા પૂજનને પૂજા