________________
કહેવાય છે.
વર્તમાનમાં આ બધું ભાગ્યે જ જોવા મળે. શાસ્ત્રોક્ત વિધિનું પાલન; શુદ્ધ દ્રવ્યોનો ઉદારતાપૂર્વક ઉપયોગ; કાલાદિનું રૈયત્ય અને ઉપર જણાવેલો સદ્ભાવ... વગેરેથી કરાતી પૂજા જ પૂજા છે-એ યાદ રાખવું જોઈએ. અનુષ્ઠાનોને તારક બનાવવાં હોય તો તેની તારકતા શામાં છે-એ સમજી લેવું જોઈએ. કોઈ પણ અનુષ્ઠાન; શાસ્ત્રમાં જણાવેલા વિધિના પાલનાદિ વિના તારક બનતું નથી. પૂજા કરવા છતાં તેનું ફળ મળે નહિ તો પ્રવૃત્તિ સુધારવાની જરૂર છે-એનો ખ્યાલ આવવો જ જોઈએ. અહીં ગ્રંથકાર પરમર્ષિએ સંક્ષેપથી પણ પૂજાનું સ્વરૂપ સ્પષ્ટપણે દર્શાવ્યું છે. શાસ્ત્રકાર પરમર્ષિની વાતની ઉપેક્ષા કરવાથી વસ્તુતઃ આપણે પરમપદાદિ ફળની ઉપેક્ષા કરીએ છીએ. પુણ્યથી પ્રાપ્ત થયેલી સામગ્રીને સર્વથા નિષ્ફળ બનાવનારી એ ઉપેક્ષાની જ ઉપેક્ષા કરવી જોઈએ. ૯-૨
***
તે પૂજાના જ હવે પ્રકાર જણાવાય છે - पञ्चोपचारयुक्ता काचिचाष्टोपचारयुक्ता स्यात् । ऋद्धिविशेषादन्या प्रोक्ता सर्वोपचारेति ॥ ९ - ३॥
ગાથાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે પચ્ચોપચારા, અષ્ટોપચારા અને સર્વોપચારા - આ રીતે ત્રણ પ્રકારની પૂજા છે. પશ્ચા[પાંચ અગો]પ્રણિપાત સ્વરૂપ પચ્ચોપચારા પૂજા છે. અષ્ટાઙ્ગપ્રણિપાત સ્વરૂપ અષ્ટોપચારા પૂજા છે. અને દશાર્ણભદ્ર વગેરે પુણ્યાત્માઓની ઋદ્ધિવિશેષે થતી
૨૪૮