________________
નાશ કરે છે. મનનથી રક્ષણ કરનારને મંત્ર કહેવાય છે. પ્રતિષ્ઠાગતભાવ પરમમંત્ર-સમાન હોવાથી મરીનું કહેવાય છે. સદ્ગપરપદાર્થમાં રતિથી વિકલ હોય તેને બસ કહેવાય છે. બ્રહ્મ એટલે સત્ય, તપ અને જ્ઞાન; તેમાં રસ એટલે રુચિ-આસ્વાદ; તેને પ્રહાર કહેવાય છે. ચિત્તનીય
અનુપ્રેક્ષાદિ યોગ્યને વિન્ચ કહેવાય છે. અલ્પથી ઘણા હિતની પ્રાપ્તિ- તેને પુષ્ટિ કહેવાય છે, જે હિતોપદેશ અને અવિસંવાદનું સ્થાન છે. તત્ત્વજ્ઞપુરુષોની મુષ્ટિને તત્ત્વજ્ઞમુરિ કહેવાય છે. પ્રતિષ્ઠા સંબંધી ભાવમાં નિરપાયતા, સિદ્ધાર્થતા વગેરે સ્પષ્ટ છે. કારણ પરમાત્માની સાથે સમરસાપત્તિ સ્વરૂપ એ ભાવમાં અપાય વગેરેનો સંભવ નથી. I૮-૧પ
આ રીતે પ્રતિષ્ઠાવિધિનું નિરૂપણ પૂર્ણ કરીને તેમાં જે બાકી છે તે જણાવાય છે –
अष्टौ दिवसान् यावत् पूजाऽविच्छेदतोऽस्य कर्त्तव्या । दानं च यथाविभवं • दातव्यं सर्वसत्त्वेभ्यः ॥८-१६॥
ગાથાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે પ્રતિષ્ઠા પ્રસંગે પ્રતિમાજીની પૂજા; પુષ્પ અને બલિબાકળા વગેરેના વિધાનથી આઠ દિવસ સુધી નિરંતર કરવી અને પોતાની સંપત્તિ મુજબ શાસનની ઉન્નતિ નિમિત્તે સર્વ જીવોને દાન આપવું. સંક્ષેપથી અહીં પ્રતિષ્ઠાવિધિનું વર્ણન પૂર્ણ થાય છે. આ ષોડશકમાં પ્રતિષ્ઠાવિધિનું દિશાસૂચન માત્ર છે. શાસ્ત્રશુદ્ધ રીતે આવાં પરમતારક અનુષ્ઠાનો થાય તો ખરેખર જ શાત્રે દર્શાવેલા