________________
જા. આ ત્રીજી
જવલું ધર્મનું
લેવાની
ચિત્તને જ ધર્મ કહેવાય છે. જે ચિત્ત તેવા પ્રકારની પ્રવૃત્તિ કે નિવૃત્તિનું કારણ બનતું નથી, તે ચિત્ત અને ચિત્ત વિનાની તે તે ક્રિયા પણ ધર્મસ્વરૂપ નથી. આ ત્રીજા ષોડશકની બીજી ગાથાથી વર્ણવેલું ધર્મનું સ્વરૂપ ખૂબ જ સ્પષ્ટ રીતે સમજી લેવાની આવશ્યકતા છે. જે ચિત્તના પરિણામોનું કાર્ય આગમાનુસારી ક્રિયા છે, તે ચિત્ત રાગાદિમલથી રહિત હોવાથી શુદ્ધ અને પુષ્ટ હોય છે. તે ચિત્ત ધર્મનું લક્ષણ છે. ચિત્તની પરિણતિસ્વરૂપ ધર્મ છે. આગમાનુસારી તે તે પ્રવૃત્તિ અને નિવૃત્તિ સ્વરૂપે ક્રિયાઓ ધર્મનું કાર્ય છે, જેનાથી ભવનિર્વેદાદિ થાય છે. ભવનિર્વેદાદિનું કારણ ન બને તો તેવા ચિત્તને ધર્મરૂપે વર્ણવાતું નથી. અશુદ્ધચિત્ત ધર્મ નથી. રાગાદિથી વાસિત ચિત્તથી કરેલી ધર્મક્રિયાઓ ધર્મનું કાર્ય નથી. કારણ કે એવી ક્રિયાઓથી ભવનિર્વેદ કે સંવેગાદિ પ્રાપ્ત થતા નથી. ઘર્મ ભવનિર્વેદાદિને પ્રાપ્ત કરાવનારો હોવો જોઈએએ સમજી શકાય છે. I-રા.
આ પૂર્વે મલવિગમના કારણે ચિત્ત પુષ્ટિ વગેરેથી યુક્ત હોય છે-એ જણાવ્યું છે. તેના વિષયમાં મલ કયા છે; કેવી રીતે તેના વિગમ[વિયોગ-નાશથી ચિત્તની પુષ્ટિ કે શુદ્ધિ થાય છે-આ પ્રમાણેની જિજ્ઞાસાને પૂર્ણ કરવા ત્રીજી ગાથા ફરમાવી
रागादयो मलाः खल्वागमसद्योगतो विगम एषाम् । तदयं क्रियात एव हि पुष्टिः शुद्धिश्च चित्तस्य ॥३-३॥