SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ કયા કારણથી લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિ માટે ચરમાવર્ત્તકાળની પ્રધાનતા મનાય છે-આવી શંકાનું સમાધાન કરતાં કહે છે नागमवचनं तदधः सम्यक्परिणमति नियम एषोऽत्र । शमनीयमिवाभिनवे ज्वरोदयेऽकाल इति कृत्वा ॥५-४॥ “ચરમ [છેલ્લા] પુદ્ગલપરાવર્ત્તથી નીચેના અચરમપુદ્ગલપરાવર્ત્તકાળમાં આગમનું વચન સારી રીતે પરિણામ પામતું નથી-આ પ્રમાણે, લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિના વિષયમાં નિયમ છે. તાવની પ્રારંભિક અવસ્થામાં તાવને દૂર કરવાનું ઔષધ પરિણામ પામતું નથી.. કારણ કે તે વખતે તાવને દૂર કરવાનો અવસર નથી હોતો.’- આ પ્રમાણે ચોથી ગાથાનો અર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવેલી વાતને સ્પષ્ટ રીતે સમજાવવા આ ગાથાથી જણાવ્યું છે કે - જે વખતે તાવની શરૂઆત થાય છે તે વખતનો કાળ તેને દૂર કરવા માટે અકાળ એટલે કે અનવસર હોવાથી તાવને દૂર કરનારું ઔષધ પરિણામ પામતું નથી. તેમ છેલ્લા પુદ્ગલપરાવર્ત્તકાળથી અધિક કાળ સુધી જેમને સંસારમાં ભટકવાનું છે એવા જીવો માટે એ અચરમપુદ્ગલપરાવર્ત્તકાળ અવસર નહિ હોવાથી તે જીવોને આગમતત્ત્વ; હેય અને ઉપાદેય.. વગેરેના વિવેકપૂર્વક પરિણામ પામતું નથી - આ પ્રમાણે અહીં લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિની વિચારણામાં નિયમ છે.. ૫-૪॥ *** ચોથી ગાથામાં જે આગમતત્ત્વ પરિણામ પામતું નથી ૧૪૮
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy