________________
માનવું જોઈએ. બુદ્ધિમાન આત્માઓ વસ્તુને વર્તમાન અવસ્થાને લઈને સ ્ કે અસ ્ માનતા નથી, વસ્તુની ભવિષ્યની અવસ્થાનો વિચાર કરી તેની સદ્-અસ ્રૂપતાનો વિચાર કરે છે. જે પરિણામે અનિષ્ટપ્રદ છે; તે અનિષ્ટ છે. જે પરિણામે ઈષ્ટપ્રદ છે તેને અનિષ્ટ માની તેને દૂર કરવાની ભૂલ ધર્માર્થીએ તો નહીં જ કરવી જોઈએ.
જ્ઞાનાવરણીયાદિ પાપકર્મના ક્ષયથી, કર્મજન્ય ઔપાધિકતા દૂર થાય છે. અનાદિના કર્મયોગથી આત્માનું સ્વરૂપ ઔપાધિક છે. પાપ-કર્મના ક્ષયથી તેટલા પ્રમાણમાં ઉપાધિ દૂર થાય છે. આ આત્માની નિરુપાધિકતા ‘શુદ્ધિ’ છે. આ પુષ્ટિ અને શુદ્ધિનો અનુબંધ અર્થાત્ પરંપરા-પ્રવાહ [અવિચ્છેદ] ચાલ્યા કરે તો અનુક્રમે પુણ્યનો સંગ્રહ અને પાપનો ક્ષય વધતો જાય છે; અને તેથી ક્રમે કરી આ જન્મમાં અથવા ભવાન્તરમાં વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમના પ્રકર્ષથી આત્મા સર્વકર્મના ક્ષયસ્વરૂપ મુક્તિને પ્રાપ્ત કરે છે. અન્ય દર્શનકારો આત્મા અને કર્મ વગેરેનું વાસ્તવિક સ્વરૂપ માનતા ન હોવાથી તેમને ત્યાં કર્મના ક્ષય વગેરે પણ વાસ્તવિક નથી. પરમતારક શ્રીવીતરાગ પરમાત્માના શાસનમાં આત્માદિ પદાર્થો વાસ્તવિક હોવાથી શ્રીતીર્થંકર પરમાત્માની પરમતારક આજ્ઞાનુસાર આરાધના કરનારા પુણ્યાત્માઓને મુક્તિ પણ તાત્ત્વિક પ્રાપ્ત થાય છે, કાલ્પનિક-અવાસ્તવિક નહિ-આ વસ્તુને ‘પા’ આ વિશેષણથી ગાથામાં જણાવી છે. પરમતારક શ્રી જિનશાસનને છોડીને અન્ય કોઈ પણ ધર્મથી મુક્તિ નથી. અન્ય કોઈ પણ ધર્મમાં વર્ણવેલી મુક્તિ પરા-તાત્ત્વિકી નથી
७८