________________
એ કોઈ પણ રીતે વિસ્મરણીય નથી. અન્યધર્મમાં પણ મોક્ષ છે-એ બોલી શકાય નહિ. અન્ય લિંગમાં સિદ્ધ થવું એ જુદી વાત છે. અન્ય લિંગ વિષ અને અન્ય ઘર્મ-આ બેમાં ઘણો ફરક છે. પ્રથમ ગુણસ્થાનકે ચાર દૃષ્ટિમાં રહેલા આત્માને કોઈ પણ ધર્મ હોય-એ સમજી શકાય, પરંતુ ચોથા ગુણસ્થાનકથી બીજાં બધાં જ ગુણસ્થાનકો માત્ર શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલા ઘર્મમાં જ હોય છે, અન્ય ઘર્મમાં નહિ. અન્યધર્મના પ્રણેતાની મોક્ષની પણ વાતોથી ભ્રાન્ત બનવું ના જોઈએ. કારણ કે એ લોકોનો મોક્ષ પારમાર્થિક નથી. If૩-૪
પૂર્વે જણાવેલી પુષ્ટિ અને શુદ્ધિ અનુબંધરહિત જે કારણે થાય છે તેને જણાવતાં પાંચમી ગાથામાં ફરમાવ્યું છે
न प्रणिधानायाशयसंविद्व्यतिरेकतोऽनुबन्धि तत् ।
भिन्नग्रन्थेर्निर्मलंबोधवतः स्यादियं च परा ॥३-५॥ : “પ્રણિધાન, પ્રવૃત્તિ વગેરે આગળની ગાથામાં જેનું વર્ણન કરાશે તે અધ્યવસાયના સ્થાનવિશેષોનું જે સંવેદન [અનુભવ છે; તેના અભાવના કારણે પુષ્ટિ અને શુદ્ધિ અનુબંધવાળાં થતાં નથી. રાગદ્વેષના તીવ્રપરિણામસ્વરૂપ પ્રન્થિના ભેદથી નાશથી] અને તેથી જ નિર્મળ બોધ જેને પ્રાપ્ત થયો છે, તે પુણ્યાત્માઓને પ્રણિધાનાદિ પાંચ આશયનું સંવેદન શ્રેષ્ઠ. થાય છે.” આ પ્રમાણે પાંચમી ગાથાનો