________________
પ્રવૃત્તિ કે નિવૃત્તિ ન હોય તો તે પ્રવૃત્તિ [સ્વાધ્યાયાદિની] કે નિવૃત્તિ [હિંસાદિની] ધર્મસ્વરૂપ નથી બનતી. આથી સમજી શકાશે કે ધર્મની ધર્મતા શ્રી જિનાગમસ્વરૂપ વચનને લઈને છે. કોઈ પણ ધર્મ એ વચનને અનુસરીને ન હોય તો તે ધર્મ વસ્તુતઃ ધર્મ જ નથી. ધર્મની વાસ્તવિકતા માટે વચનનું અનુસરણ છે. તેથી ખરી રીતે વચનના આધારે ધર્મ રહેલો છે. સકલ ધર્માનુષ્ઠાનોની ધર્મમયતા શ્રી જિનાગમને આધારે હોવાથી તે તે અનુષ્ઠાનોની ધાર્મિકતાને પરમતારક વચનો જણાવે છે. વચનનિરપેક્ષાનુષ્ઠાનો ધાર્મિક નથી. ધુમાડો જેમ અગ્નિને જણાવે છે તેમ વચન, સકલ અનુષ્ઠાનોની ધાર્મિકતાને જણાવે છે. ધુમાડામાં જેમ અગ્નિ સમાયો છે તેમ વચનમાં સકલ અનુષ્ઠાનોની ધાર્મિકતા સમાયેલી છે. ન્યાયની પરિભાષામાં જણાવીએ તો શાપકતાસંબન્ધથી સકલ અનુષ્ઠાનો પરમતારક વચનમાં રહેલાં છે.. એમ જણાવી શકાય. આથી સમજી શકાય છે કે સ્વાધ્યાયાદિની પ્રવૃત્તિ અને હિંસાદિની નિવૃત્તિ સ્વરૂપ ફળને ઉત્પન્ન કરનાર આત્મપરિણામસ્વરૂપ ધર્મ ઉપર જણાવ્યા મુજબ પરમતારક વચનમાં રહેલો છે. આગમના વચનને અનુસરી તે તે વિહિત અનુષ્ઠાનો કરવાનો અને નિષિદ્ધ હિંસાદિની નિવૃત્તિનો જે પરિણામ થાય છે; તે આત્મપરિણામસ્વરૂપ વ્યાપાર ધર્મ છે. એ ધર્મથી, વિહિત અને નિષિદ્ધની અનુક્રમે પ્રવૃત્તિ અને નિવૃત્તિ ફળસ્વરૂપે પ્રાપ્ત થાય છે. આ ધર્મ, પરમતારક શ્રી જિનાગમના વચનમાં રહેલો છે. આવા પ્રકારની પ્રવૃત્તિ કે નિવૃત્તિનો પરિણામ વચનમૂલક હોય તો જ તે ધર્મ છે. ધર્માનુષ્ઠાનો શ્રી વીતરાગ
૪૯