SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ કોટિથી શુદ્ધ શ્રી વીતરાગ પરમાત્માનું પ્રવચન છે. તેના આધારે પ્રવર્તેલા સમગ્ર સાધ્વાચારસ્વરૂપ અષ્ટપ્રવચનમાતામાં તે પરમતારક પ્રવચન અંતર્ગત હોવાથી સમગ્ર સાધુસત્ત ત્રિકોટિ [કષ, છેદ અને તાપ]થી પિરશુદ્ધ છે. રાગ, દ્વેષ અને મોહ; કૃત, કારિત અને અનુમોદિત તેમ જ હનન, પચન અને ક્રયણ-આ ત્રણ ત્રણ કોટિઓ પ્રતિષેધસ્વરૂપ છે અર્થાદ્ એનો ત્યાગ કરવાનો છે. તેથી તે ત્રિકોટિથી શુદ્ધ-રહિત સાધુસત્ત છે. કષ, છેદ અને તાપ-આ ત્રિકોટિ વિધિસ્વરૂપ હોવાથી તે ત્રિકોટિથી પરિશુદ્ધ સાધુસવૃત્ત ત્રિકોટિસહિત છે. આ સાધુસત્ત આદિ, મધ્ય અને અંત-યોગ વડે હિતકર છે. સંયમજીવનની શરૂઆતની અવસ્થા, મધ્ય અવસ્થા અને ચરમ અવસ્થા-આ ત્રણ અવસ્થામાં થનાર તે તે યોગના કારણે પૂ. સાધુભગવંતોનું સવૃત્ત હિતને આપનારું બને છે. સામાન્ય રીતે સંયમજીવનમાં પ્રથમ અવસ્થામાં અધ્યયનાદિનો યોગ છે. મધ્ય અવસ્થામાં તે તે સૂત્રના અર્થનું શ્રવણ વગેરે વિહિત છે. અને ચરમ અવસ્થામાં ધર્મધ્યાનાદિ વિહિત છે. તે તે અવસ્થામાં તેનું તેનું પાલન કરવાથી સાધુસત્ત એકાંતે હિતકારી છે. અથવા આવીરુપ નિપ્પી! ઈત્યાદિ આગમ [શ્રી આચારાંગાદિ]ના અનુસારે તે તે અવસ્થામાં અનુક્રમે અલ્પ, મધ્યમ અને ઉત્કૃષ્ટ તપના આચરણથી આ અે સાધુસવૃત્ત હિતકર છે. કારણ કે સંયમજીવનની શરૂઆતમાં શરીરનું થોડું દમન કરવું, જેથી અધ્યયનાદિમાં કોઈ વિઘ્ન આવે નહિ. ત્યારબાદ મધ્યમાં અધ્યયનાદિની પ્રવૃત્તિ વિક્ષેપ વિના થતી હોવાથી થોડું વધારે દમન કરવું અને ત્યારબાદ અધ્યયનાદિની ૫૦
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy