SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ જ વિપ્રતિપત્તિવિવાદ] નથી. એ બધા જ આત્માને માને છે. ચૈતન્યસ્વરૂપવાળા પુરુષવિશેષને સૌએ માન્યો છે. એ આત્મા ક્ષણિક છે કે નિત્ય છે; વિભુ છે કે અવિભુ છે...ઈત્યાદિ વિષયમાં જ વિપ્રતિપત્તિ છે. તેથી તે વિપ્રતિપત્તિનો નિરાસ કરવા દ્વારા પરિણામિની; આત્મદ્રવ્યની સત્તાને જણાવી છે. તેથી આત્માની એકાંતે નિત્યત્વની અને એકાંતે અનિત્યત્વની માન્યતાનું નિરાકરણ થઈ જાય છે. તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલું પણ પરિવર્તન નહિ માનનારા એકાંતે નિત્યત્વવાદીઓના મતે પરિણામ ઘટી શકતો નથી તેમ જ એક ક્ષણમાં જ વિનાશ પામનાર વસ્તુનું સત્ત્વ જ ઉત્તરક્ષણમાં ન હોવાથી તેમના મતે પણ [એકાંતે અનિત્યત્વને માનનારાના મતે પણ] પરિણામ ઘટી શકતો નથી. કથંચિદ્ નિત્ય કે અનિત્ય પક્ષમાં[નિત્યાનિત્યત્વાદિ પક્ષમાં જ પરિણામનો સંભવ છે અને આત્માની પરિણામી અવસ્થામાં જ ઉપર આ પૂર્વે જણાવ્યા મુજબ અવિદ્યારહિત અવસ્થા, વૈશેષિકગુણરહિત પુરુષ અને પશુત્વનો વિગમ..વગેરે શબ્દોથી વર્ણવેલી અવસ્થાનો સંભવ છે અથવા સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સદનુષ્ઠાન વગેરે પ્રકરણોમાં જણાવેલું બધું જ સંભવે છે. આ રીતે આત્માને પરિણામી માન્યા પછી પણ બીજા બધા અવિદ્યા, અદૃષ્ટ, સંસ્કાર અને કર્મ વગેરે શબ્દોથી વર્ણવાતાં આત્માથી ભિન્ન એવાં તત્ત્વો વાસ્તવિક સત્ હોય તો જ ઉપર જણાવેલું બધું ઘટી શકે છે. પરંતુ સાંવૃતસત્ સ્વરૂપે કર્મ વગેરેને માની લેવાય તો ઉપર જણાવ્યા મુજબ પરતત્ત્વ ઘટી શકશે નહિ. કારણ કે તેને સાંવૃતસત્ સ્વરૂપે મનાય તો તે કાલ્પનિક હોવાથી તત્ત્વથી પોતે છે જ નહિ તો ===૪૨૮ .
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy