________________
પણ અત્યધિક અચિત્ત્વ સામર્થ્યવન્ત હોવાથી શ્રેષ્ઠ ચિન્તામણિ છે. તેઓશ્રીએ પ્રરૂપેલા આગમના વચન પ્રત્યે બહુમાનઆદર કરવાથી તે દ્વારા પૂર્વે જણાવ્યા મુજબ શ્રી તીર્થંકર પરમાત્મા હૃદયમાં બિરાજમાન થાય છે અને તેથી શ્રી તીર્થંકર પરમાત્માની સાથે સમરસાપત્તિ થાય છે. પરમતારક શ્રી જિનાગમમાં જણાવેલા શ્રી સર્વજ્ઞભગવન્તના અનંતજ્ઞાનાદિના સ્વરૂપમાં જે ઉપયોગ છે તે ઉપયોગવાળો આત્મા અને એ ઉપગ્યે બંને અભિન્ન-એક હોવાથી પરમાર્થથી વચન પ્રત્યે આદરાદિને રાખનાર સર્વજ્ઞ-સ્વરૂપ બને છે. આ રીતે શ્રી તીર્થંકર પરમાત્માદિ સ્વરૂપ બાહ્ય આકારથી ઉપરક્ત [તન્મય-એકાકાર] એવા મનની જે પ્રાપ્તિ છે-તેને સમરસાપત્તિ કહેવાય છે. અપ્રશસ્ત સ્રી વગેરે વિષયના અનુસ્મરણથી તે તે વિષયમાં તદાકાર જેમ મન બને છે, તેમ અહીં પરમતારક આગમના બહુમાન વગેરે દ્વારા પરમાત્માના અનુસ્મરણથી મનની પરમાત્માના આકારમાં જે તન્મયતા પ્રાપ્ત થાય છે-તે સમરસાપત્તિ છે. અથવા તેવા પ્રકારની મનની અવસ્થાથી પરમાત્માનું જે વિશિષ્ટ ધ્યાન પ્રાપ્ત થાય છે, તે ધ્યાનવિશેષને અહીં સમરસાપત્તિ કહેવાય છે. મનની અવસ્થાવિશેષને સમરસાપત્તિરૂપે જે વર્ણવી છે; તે કારણ સ્વરૂપ સમરસાપત્તિ છે અને ધ્યાનવિશેષ સ્વરૂપ જે સમરસાપત્તિ છે; તે સમરસાપત્તિનું સ્વરૂપ છે. બંન્ને રીતે સમરસાપત્તિનું વર્ણન ધ્યાનમાં રાખવું જોઈએ. વચન પ્રત્યેનું બહુમાન, તેના દ્વારા શ્રી સર્વજ્ઞ ભગવાનું અનુસ્મરણ અને સર્વજ્ઞ-ભગવન્તના સ્વરૂપની સાથે મનની એકાકારાવસ્થા
૬૪