________________
શુદ્ધિના પ્રકર્ષની પ્રાપ્તિમાં કારણભૂત એવો આ ભાવ; ધર્મનો પરમાર્થ છે કે બીજું ધર્મનું સ્વરૂપ છે ? આ શંકાનું સમાધાન કરતાં ગાથાના ઉત્તરાર્ધથી ફરમાવ્યું છે કે આ ભાવ અહીં ધર્મનું તત્ત્વ છે. જોકે અહીં ભાવનું નિરૂપણ ચાલુ હોવાથી પતર્ ના સ્થાને પુષઃ આવો પુલ્લિંગનો નિર્દેશ હોવો જોઈતો હતો. પરંતુ ધર્મતત્ત્વમ્ આ પદની અપેક્ષાએ [મુખ્યતાએ] તવું આવો નપુંસકલિઙ્ગનો નિર્દેશ કર્યો છે. એનો અર્થ સ્પષ્ટ છે કે અહીં આ ભાવસ્વરૂપ ધર્મતત્ત્વ પરમયોગ છે. પરમયોગ વિમુક્તિરસસ્વરૂપ છે. વિશિષ્ટમુક્તિસ્વરૂપ વિમુક્તિ [સકલ કર્મક્ષય સ્વરૂપ મુક્તિ] છે. તેના વિષયમાં જે રસપ્રીતિ; જે યોગમાં છે તે યોગને વિમુક્તિરસ કહેવાય છે. વિમુક્તિમાં રસ છે જેનો આવો વ્યધિકરણ બહુવ્રીહિ સમાસ વગેરે કાર્ય કરીને પણ વિમુક્તિરસ આ યોગનું વિશેષણ બને છે. અથવા આવો ક્યારેક થનારો 'સમાસ કર્યા વિના ‘વિમુક્તિરસ’ને વિશેષણ બનાવ્યા વિના તેને સ્વતન્ત્ર પદ માનવું, જેથી આ ભાવ જ વિમુક્તિમાં રસસ્વરૂપ છે-આવો અર્થ થાય છે. આથી સ્પષ્ટ છે કે ભાવ એ જ ધર્મતત્ત્વ છે; ભાવ એ જ પરમયોગ છે અને ભાવ એ જ વિમુક્તિમાં રસ [વિમુક્તિરસ] છે-આ અર્થ વ્યાકરણના જાણકારો સરળતાથી સમજી શકે છે.
તેરમી ગાથાનો અર્થ સ્પષ્ટ કરતી વખતે પૂ. મહામહોપાધ્યાયજી મહારાજાએ ફરમાવ્યું છે કે જેની પરંપરા અવિચ્છિન્નપણે ચાલે છે એવા સાનુબંધ પ્રણિધાનાદિ પાંચ આશયથી ક્રમે કરી તે જન્મમાં કે બીજા જન્મમાં અવિલમ્બે
૧૦૬