________________
નિસ્તારનારું બને છે. “આપણા પૂર્વજોએ આ શ્રી જિનાલય બંધાવ્યું છે.'- આ પ્રમાણે પૂર્વપુરુષો પ્રત્યે પક્ષપાત થવાથી તેની પ્રત્યે વિશેષ ભક્તિભાવ જાગે છે; અને તેથી તેઓને સદ્ધર્મની પ્રાપ્તિ થવાથી ભવના નિસ્તારનું શ્રી જિનાલય કારણ બને છે. આ જિનાલય પોતાના પૂર્વપુરુષોએ બંધાવેલા પ્રત્યે વિશેષભક્તિ હોવા છતાં બીજાં શ્રી જિનાલયો પ્રત્યે પણ યથાશક્તિ ભક્તિનો ત્યાગ કર્યા વિના તેઓ ભક્તિ કરતા હોય છે. તેથી મિથ્યાત્વ વગેરેનો દોષ લાગતો નથી. અન્યથા માત્ર પોતાના પૂર્વજોએ બંધાવેલા શ્રી જિનાલયની ભક્તિ કરે અને બીજાં શ્રી જિનાલયોની શક્તિ હોવા છતાં ભક્તિ ન કરે તો મિથ્યાત્વ, વિરાધના આદિ દોષો લાગે. જિજ્ઞાસુઓએ એ વસ્તુ પૂ. ગીતાર્થ ગુરુભગવંત પાસેથી સમજી લેવી જોઈએ. n૬-૧પો.
- શ્રી જિનાલયનું નિર્માણ પૃથ્વીકાય વગેરે જીવોની હિંસા વિના શક્ય નથી, તેથી શ્રી જિનાલયનું નિર્માણ કરવામાં ધર્મની વૃદ્ધિ કઈ રીતે થાય-આવી શંકાનું સમાધાન કરવા માટે જણાવાય છે -
यतनातो. न च हिंसा यस्मादेषैव तन्निवृत्तिफला । तदधिकनिवृत्तिभावाद् विहितमतोऽदुष्टमेतदिति ॥६-१६॥
શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરતી વખતે શાસ્ત્રાનુસારે પ્રયત્ન હોવાથી હિંસા, હિંસા મનાતી નથી. આવા પ્રસંગે જે પણ હિંસા દેખાય છે, તેના કરતાં અધિક હિંસાની નિવૃત્તિ થતી હોવાથી વર્તમાન હિંસા; હિંસાની નિવૃત્તિ સ્વરૂપ ફળને