________________
અપેક્ષાએ કાળ, ક્ષેત્ર અને દ્રવ્યાદિના ભેદથી સમ્યગ્દર્શનાદિની સિદ્ધિ થતી હોય છે. બધા જીવોની યોગ્યતા સરખી જ હોય તો કાલાદિના ભેદથી ફળમાં વિશેષતા ઉપલબ્ધ થાત નહિ. એક જ પ્રકારની યોગ્યતામાં ફળભેદ શક્ય નથી. તેથી અનેક પ્રકારની યોગ્યતા માન્યા વિના ચાલે એવું નથી.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને લઈને ફળભેદ[ફળની ભિન્નતા પ્રત્યક્ષસિદ્ધ છે. તેથી જ કેટલાક શ્રી તીર્થકર, પરમાત્મા, તીર્થંકરભિન્ન સિદ્ધ, પ્રત્યેકબુદ્ધ, સ્વયંસંબુદ્ધ...વગેરે સ્વરૂપે સિદ્ધપણાને પ્રાપ્ત કરનારા બન્યા છે. આવો ભેદ, તે તે આત્માની કર્મગ્રહણ કરવાદિ સંબંધી યોગ્યતા જુદી જુદી જાતની ન હોય તો સદ્ગત નહિ બને. તેથી તેવા પ્રકારના ફળભેદના નિયામક તરીકે યોગ્યતાભેદનો આશ્રય કરવો જોઈએ. યોગ્યતાના વૈચિચથી જ ઉપર જણાવેલી ફળભેદ શક્ય છે.
ચોક્કસ રીતે જીવ, કર્મ અને ભવ્યત્વ [તથાભવ્યત્વ : આ ત્રણનું વિદ્વાન આચાર્યભગવંતોએ વિપર્યયના મલથી રહિત એવી નિર્મળ પ્રજ્ઞા વડે સારી રીતે સર્વ પ્રકારે ચિંતનપરિભાવન કરવું જોઈએ.
યદ્યપિ નીલઘટવાદિની જેમ તીર્થંકરસિદ્ધત્વાદિ પણ અર્થસમાજથી સિદ્ધ છે. આશય એ છે કે ઘટની સામગ્રીથી ઘટની ઉત્પત્તિ થાય છે અને નીલરૂપની સામગ્રીથી ત્યાં નીલરૂપની ઉત્પત્તિ થાય છે. તેથી ઉભયસામગ્રીથી નીલઘટની ઉત્પત્તિ થાય છે, એ માટે નીલઘટની સ્વતંત્ર સામગ્રી જેમ મનાતી નથી તેમ તીર્થંકરસિદ્ધત્વાદિ સ્થળે પણ સિદ્ધ અને તીર્થકર પરમાત્મા : એ બેની સામગ્રીથ તીર્થંકરસિદ્ધત્વની