________________
જે શુદ્ધ પરમાત્માના ગુણોના ધ્યાન સ્વરૂપ છે. ૧૪-૧પ
શ્રી જિનેશ્વરદેવનું ધ્યાન કઈ રીતે કરવું ? આવી | જિજ્ઞાસામાં જણાવાય છે -
अष्टपृथग्जनचित्तत्यागाद् योगिकुलचित्तयोगेन । जिनरूपं ध्यातव्यं योगविधावन्यथा दोषः ॥१४-२॥
ગાથાર્થ સુગમ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે યોગીઓથી જે જુદા છે તે પૃથજનોના સામાન્યથી આઠ પ્રકારના ચિત્ત છે. તે ચિત્તોનો પરિહાર કરવાપૂર્વક અને યોગી જનોની પરંપરા સંબંધી જે ચિત્ત છે તેના સ્વીકાર વડે શ્રી જિનેશ્વરદેવનું સ્વરૂપ ધ્યાન કરવા યોગ્ય છે. અર્થાત્ તે
સ્વરૂપે પરમાત્માનું ચિંતન કરવું. અન્યથા પૃથજનોના ચિત્તનો પરિહાર કર્યા વિના અને યોગીઓના કુલના ચિત્તનો સ્વીકાર કર્યા વિના જો ધ્યાન કરવામાં આવે તો ધ્યાનના આચારમાં વિહિત પ્રવૃત્તિમાં દોષનો પ્રસંગ આવશે. કારણ કે નિરપેક્ષ પ્રવૃત્તિમાં મનસંબંધી અતિચાર પણ પ્રવૃત્તિના ભંગસ્વરૂપ મનાય છે. જેમાં બાહ્યસાધનસામગ્રીની અપેક્ષા છે તે પ્રતિલેખનાદિની પ્રવૃત્તિ સાપેક્ષ પ્રવૃત્તિ છે અને જેમાં એવી અપેક્ષા નથી તે નિરપેક્ષ પ્રવૃત્તિ મનાય છે. સામગ્રીની વિકલતામાં સાપેક્ષ પ્રવૃત્તિની અલના ભંગસ્વરૂપ મનાતી નથી, કારણ કે તેમાં પોતાનો અપરાધ નથી. પરંતુ જેમાં સામગ્રીની વિકલતા વગેરેનો પ્રસંગ નથી એવી નિરપેક્ષ પ્રવૃત્તિમાં જે અલના થાય છે, તેમાં પોતાનો જ અપરાધ