________________
અવસ્થા ધર્મકાયાવસ્થા છે. કેવલજ્ઞાન પછીની ચૌદમ ગુણસ્થાનક સુધીની અવસ્થા કર્મકાયાવસ્થા છે. અને ત્યાર પછીની સિદ્ધાવસ્થા તત્ત્વકાયાવસ્થા છે. ધર્મ અને કર્મ કાયાવસ્થા સાલંબન ધ્યાનનો વિષય છે અને તત્ત્વકાયાવસ્થા નિરાલંબનધ્યાનનો વિષય છે. ૧૫-૧ાા.
સાલંબનધ્યાનના વિષયમાં પરમાત્માનું સ્વરૂપ કેવું ધ્યાવવું-આ શકાના સમાધાનમાં; જેવું ધ્યાવવાનું છે તેવું જણાવાય છે
सिंहासनोपविष्टं छत्रत्रयकल्पपादपस्याधः । सत्त्वार्थसम्प्रवृत्तं देशनया कान्तमत्यन्तम् ॥१५-२॥
“ત્રણ છત્ર અને કલ્પવૃક્ષની નીચે સિંહાસન ઉપર બિરાજમાન, દેશના વડે સર્વ જીવીના ઉપકાર માટે સારી રીતે પ્રવર્તેલું, અત્યન્ત રમણીય પરમાત્માનું સ્વરૂપ ધ્યેય છે.” આ પ્રમાણે બીજી ગાથાનો અર્થ છે. એનો આશય પણ સ્પષ્ટ છે કે પરમકૃપાળુ પરમાત્મા દેશના આપવા માટે જે આસન ઉપર બિરાજે છે તે દેવતાઓથી નિર્મિત હોય છે, સિંહની આકૃતિથી યુક્ત હોય છે, તેમ જ મૃગાધિપતિ-સિંહ જે રીતે શૌર્યસૂચક અનામૂલતાથી બેસે છે, તે રીતે બેસવાના કારણે અને સિંહાસન ઉપર બેસવાના કારણે પરમાત્માનું સ્વરૂપ સિંહાસનોપવિષ્ટ હોય છે. એ સિંહાસન કલ્પવૃક્ષ-અશોકવૃક્ષ અને એક ઉપર એક રહેલાં ત્રણ છત્રની નીચે હોય છે.
આવા સર્વશ્રેષ્ઠ સિંહાસન ઉપર વિરાજમાન અને સર્વપ્રાણીઓના ઉપકાર માટે સારી રીતે કોઈ પણ જાતના