________________
કરવા માટે પરમતારક શ્રી જિનાલય પ્રત્યેના પ્રતિબંધ-રાગના કારણે કૃતાકૃત કાર્યનું નિરીક્ષણ કરવું જોઈએ. “શ્રી અરિહંતપરમાત્માના મંદિરને જોઈને આજ સુધી અનેક આત્માઓ સદ્ગતિને પામ્યા છે. ભવિષ્યમાં શ્રી અરિહંતપરમાત્માના ધ્યાનથી જેમનાં પાપો ધોવાયાં છે તેઓ સદ્ગતિને પ્રાપ્ત કરશે. આ જિનાલયમાં દર્શન, વંદન, પૂજન..વગેરે સ્વરૂપ યાત્રા અને સ્નાત્ર વગેરે કાર્યો થયાં છે. અને ભવિષ્યમાં થશે એ બધાં કલ્યાણનાં બીજ મને અરિહંતપરમાત્માના ચૈત્યના નિર્માણમાં છે. આ કામ સારું થયું છે; હવે પછી મારે આ કરવાનું છે.’-આ પ્રમાણે શ્રી અરિહંતપરમાત્માના મંદિર સંબંધી ધ્યાન; શ્રાવકને શુભની વૃદ્ધિ માટે થાય છે. હું પહેલાં, હું પહેલાં-આ પ્રમાણે જે યાત્રિકો ભક્તિ કરે છે તેઓ પણ શ્રદ્ધાસંપન્ન આત્માઓના ભાવને વધારે છે જ.”-આ પ્રમાણે ભાવ-આશયની વૃદ્ધિથી કરાતું શ્રી જિનાલય આગમમાં પ્રશસ્ત વર્ણવ્યું છે.. ૬-૧૩॥
***
ઉપર જણાવ્યા મુજબ જે કારણથી શ્રી જિનાલય પ્રશસ્ત જણાવાય છે તે જણાવાય છે
-
एतदिह भावयज्ञः सद्गृहिणो जन्मफलमिदं परमम् । अभ्युदयाव्युच्छित्त्या नियमादपवर्गबीजमिति ॥६- १४॥
“આ લોકમાં આ શ્રી જિનાલય ભાવયજ્ઞ છે. સદ્ગૃહસ્થના જન્મનું આ પરમફળ છે. સ્વર્ગાદિ સતિના અવિચ્છેદના કારણે ચોક્કસપણે મોક્ષનું આ બીજ છે.’- આ
૧૯૬