________________
વિપરીત દૃષ્ટિવાળો પુરુષ જે દોષના કારણે પ્રવર્તે છે તે દોષને દૃષ્ટિસંમોહ દોષ કહેવાય છે. પોતાની ઈચ્છા મુજબ કલ્પેલી યજ્ઞીય હિંસાને વિશેષ હિંસા માનવાનું કાર્ય વૈદિકોએ દૃષ્ટિસંમોહ' નામના દોષના કારણે કર્યું છે. માંસ ખાવા વગેરે સ્વરૂપ પોતાના ઉપભોગમાત્ર ફળને પ્રાપ્ત કરવાની ઈચ્છા સંક્લેશ છે. એ સંક્લિષ્ટભાવ યજ્ઞીય અને યજ્ઞબાહ્ય બંને હિંસામાં સમાન હોવા છતાં યજ્ઞયહિંસાને વિશેષ સ્વરૂપે વર્ણવવાનું વૈદિકોએ વિદને માનનારાએ દૃષ્ટિસંમોહ નામના દોષના કારણે કર્યું છે. તે
જ્યાં બે આરંભમાં ગુણ-ભાવના કારણે સમાનતા નથી; અર્થાત્ જુદા જુદા ભાવથી થયેલી આરંભની પ્રવૃત્તિ છે; ત્યાં દૃષ્ટિસંમોહ નામનો દોષ નથી. પરમતારક શ્રી જિનાલયસંબંધી તિના નિભાવ સંબંધી ખેતર કે સુવર્ણાદિની પ્રાપ્તિ કે સારસંભાળ લેવામાં શાસ્ત્રાજ્ઞા મુજબ શુભઅધ્યવસાયવિશેષથી પ્રવર્તતો હોવાથી અને પોતે તે ખેતર કે સુવર્ણાદિનો ઉપયોગ કરતો ન હોવાથી માત્ર આગમને અનુસરી પરમતારક શ્રી જિનાલય સંબંધી તે તે વિષયમાં ઉપેક્ષાનો પરિત્યાગ કરે છે. તેથી શ્રી જિનાલયસંબંધી ગામ, ખેતર કે સુવર્ણાદિના વિષયમાં આરંભનો પરિહાર ન કરવા છતાં તે આત્માને “દૃષ્ટિસંમોહ” નામનો દોષ હોતો નથી. કારણ કે આવો આરંભ તાત્વિક દૃષ્ટિએ આરંભ નથી. પરંતુ પરમાર્થથી આરંભનું વર્જન જ છે. “દૃષ્ટિસંમોહ’ શબ્દનો અર્થ સમજાય તો એ વાત સારી રીતે સમજી શકાશે. દૃષ્ટિ એટલે દર્શન અને દર્શન એટલે આગમ છે. શ્રી જિનેશ્વરભગવંતોએ
કાર થી આરંભત સારી
છે