________________
અનુષ્ઠાનો ભાવગર્ભિત હોવાથી ભાવાનુષ્ઠાનસ્વરૂપે પરિણમતાં હોય છે. પરમતારક આજ્ઞાની ઉપેક્ષાથી કોઈ પણ અનુષ્ઠાન ભાવસ્વરૂપ નહીં બને, જેથી તે મોક્ષના બીજ સ્વરૂપ નહિ બને- એનો ખ્યાલ દરેક મુમુક્ષુઓએ રાખવો જોઈએ. ગૃહસ્થજનો માટે વિહિત આ શ્રી જિનાલયના નિર્માણનું કાર્ય, સ્પષ્ટપણે દ્રવ્યસ્તવસ્વરૂપ હોવા છતાં ઉપર જણાવ્યા મુજબ વિધિ અને આશય-શુદ્ધિ વગેરે પૂર્વકનું હોવાથી તે ભાવગર્ભિત છે....એ યાદ રાખવું. ૫૬-૧૪॥
* * *
આ રીતે ઉપર જણાવ્યા મુજબ શ્રી જિનાલયના નિર્માણ અંગેના વિધિને જણાવીને હવે શ્રી જિનાલયસંબંધી વિશેષ જણાવાય છે -
देयं तु न साधुभ्यस्तिष्ठन्ति यथां च ते तथा कार्यम् । अक्षयनीव्या ह्येवं ज्ञेयमिदं वंशतरकाण्डम् ॥ ६-१५॥ “પરમતારક શ્રી જિનાલયનું નિર્માણકાર્ય થયા બાદ તે પૂ. સાધુભગવંતોને આપવું નહિ, પરંતુ અક્ષયનીવિ દેરાસરના નિર્વાહાદિ માટે ભવિષ્યમાં ઉપયોગી બનનાર મૂલધન વડે એવું કરવું કે જેથી ત્યાં પૂ. સાધુભગવંતો રહી શકે. આ રીતે કરવાથી ભવિષ્યમાં થનારા પોતાના વંશીય આત્માઓ માટે
આ શ્રી જિનાલય પરમતારક બની શકે છે.’-આ પ્રમાણે પંદરમી ગાથાનો અર્થ છે. એને સ્પષ્ટપણે વર્ણવતાં ટીકામાં ફરમાવ્યું છે કે
એ શ્રીજિનેશ્વરદેવનું મંદિર બંધાવીને પૂ. સાધુભગવંતને
૧૯૮