________________
કર્મ-ઈન્દનના દાહ માટે કર્મને ઉદયાવલિકામાં પ્રવિષ્ટ કરાવવાનો એ પ્રયત્ન અહીં શુભવ્યાપાર છે. ઈત્યાદિ વિચારવું જોઈએ..I૮-લા
પૂર્વગાથામાં પ્રતિષ્ઠા સફળ છે-એ જણાવ્યું તે કર્તાએ કેવી રીતે જાણવું અર્થાત્ કર્તાએ પ્રતિષ્ઠાને સફળ બનાવવા શું કરવું તે જણાવાય છે -
एषा च लोकसिद्धा शिष्टजनापेक्षयाऽखिलैवेति । प्रायो नानात्वं पुनरिह मंत्रगतं बुधाः प्राहुः ॥८-१०॥
“શિષ્ટ જનની અપેક્ષાએ બધી જ પ્રતિષ્ઠા સુપ્રસિદ્ધ છે. “મોટા ભાગે લોકોત્તર પ્રતિષ્ઠામાં મંત્રને આશ્રયી વિશેષ છે.' આ પ્રમાણે પંડિત પુરુષો જણાવે છે.”-દશમી ગાથાનો આ અર્થ છે. આશય અત્યંત સ્પષ્ટ છે કે આ લૌકિક કે લોકોત્તર બધી જ પ્રતિષ્ઠા વિશિષ્ટ ભવ્યજનની અપેક્ષાએ લોકસિદ્ધ છે. કારણ કે પૂર્વપુરુષોની પરંપરાથી પ્રતીત જ છે. બહુલતયા પંડિત પુરુષોના જણાવ્યા મુજબ અહીં લોકોત્તર પ્રતિષ્ઠામાં મંત્રના વિષયમાં વિશેષતા છે. ૮-૧૦
લોકોત્તર પ્રતિષ્ઠાની વિશેષતા જણાવાય છે - आवाहनादि सर्च वायुकुमारादि गोचरं चात्र । सम्मार्जनादिसिद्ध्यै कर्त्तव्यं मन्त्रपूर्वन्तु ॥८-११॥ “આ પ્રતિષ્ઠામાં સમાર્જિન [ભૂમિશુદ્ધિ વગેરેની