________________
સિદ્ધિ માટે વાયુકુમારાદિ દેવોને ઉદ્દેશી આવાહનાદિ બધું જ મંત્રપૂર્વક કરવું. આ પ્રમાણે અગિયારમી ગાથાનો શબ્દાર્થ છે. આશય સ્પષ્ટ છે કે આવાહન, પૂજન, પોતાના કામમાં જોડવું અને રક્ષા વગેરે-આ બધું જ વાયુકુમાર અને મેઘકુમાર વગેરે દેવોને ઉદ્દેશીને કરવું. ક્ષેત્રશુદ્ધિ અને ક્ષેત્રમાં અભિવર્ષણ જિલનું સિચ્ચન વગેરે માટે કરાતા આવાહનાદિ કુળની પરંપરાથી પ્રાપ્ત થયેલા મંત્રપૂર્વક જ કરવા. ૮-૧૧||
એ પ્રતિષ્ઠા કેવી રીતે કરવી તે જણાવાય છે - न्याससमये तु सम्यक् सिद्धानुस्मरणपूर्वकमसंगम् । सिद्धौ तत्स्थापनमिव कर्त्तव्यं स्थापनं मनसा ॥८-१२॥
ગાથાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે, મંત્રનો ન્યાસ કરતી વખતે વિપરીતતા કર્યા વિના પરમપદે બિરાજમાન એવા શ્રી સિદ્ધપરમાત્માનું અનુસ્મરણ કરી શરીર કે મનની ચિંતા કર્યા વિના અત્યંત ઉપયોગપૂર્વક પરમતારક પ્રતિમાજીની સ્થાપના કરવી. પરમપદમાં શ્રી સિદ્ધપરમાત્માની જ જાણે સ્થાપના કરતા હોઈએ તેમ કેવલદર્શન અને કેવલજ્ઞાનાદિ સ્વરૂપ ચૈતન્ય શક્તિથી સમન્વિત [સહિત] એવા શ્રી સિદ્ધપરમાત્માની સ્થાપનાની જેમ જ પ્રતિમાજીની સ્થાપના પ્રતિષ્ઠાવિધિથી શુદ્ધ એવા અંતઃકરણથી કરવી જોઈએ. કારણ કે એ ભાવની ઉન્નત અવસ્થા પ્રાપ્ત કરવાનું પ્રબળ કારણ છે.. એ યાદ રાખવું જોઈએ. ૮-૧રી/